ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
લદાખમાં એક્ચ્યુલ લાઈન ઓફ કંટ્રોલ પર સતત તણાવપૂર્ણ માહોલ બન્યો છે. ગત બે દિવસ પહેલા 29મી અને 30મી ઓગસ્ટના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેન્ગોંગ ખીણ પાસે ઘર્ષણના સમાચાર આવ્યા હતા. ભારતીય સેનાએ પીપલ્સ લિબેરેશન આર્મીને પાછળ ધકેલીને રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લીધો છે. આખરે કેવી રીતે ભારતીય સેનાએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ઘર્ષણ દરમિયાન ભારતીય સૈનિકોએ આશરે 500 જેટલા ચીની સૈનિકોને ઘેરી લીધા હતા. જે બાદમાં સૈનિકો ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતાં, જ્યાં પહેલા ચીનનો કબજો હતો. રણનીતિક રીતે ભારતીય સૈન્યએ મહત્ત્વની ઊંચાઈ પર કબજો જમાવી લીધો છે. ભારત હવે આ વિસ્તારમાં રણનીતિક રીતે ફાયદાની સ્થિતિમાં છે. ચીન હવે આ વિસ્તારમાંથી ભારતીય સૈનિક હટે તેવી માંગણી કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 29/30 ઓગસ્ટની રાતે ભારતીય સૈનિકોની બહાદૂરીએ ચીનને ચોંકાવી દીધું હતું. PLA ના આશરે 500 સૈનિકોએ સ્પંગ્ગુરની ડોમિનેટિંગ હાઇટ્સ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહાડ પર અત્યાર સુધી ભારત કે ચીનનો કબજો નથી રહ્યો. આ વિસ્તારમાં તહેનાત ભારતીય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપકરણોની મદદથી PLA ની આવી હરકત અંગે માહિતી મળી હતી. ચીનની મુરાદ પારખી ગયેલી ભારતીય સેના પહેલાથી જ સજાગ હોવાથી PLA ની ગતિવિધિ અટકાવી દીધી હતી. આ દરમિયાન, ચીની સૈનિકો સાથે લાંબા સમય સુધી લડત બાદ,બાદમાં ચીનના સૈનિકોએ પાછળ હટવાની ફરજ પડી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…