ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશમાં રોકેટ સ્પીડે વધતા કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,06,064 કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના 3.33 લાખ નવા કેસ નોંધાયા હતા. એટલે કે આજે દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,06,064 કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા 27,469 કેસનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ વાયરસથી અત્યાર સુધી કુલ 3,95,43,338 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન 439 લોકોનાં મોત સાથે અત્યાર સુધી 4,89,848 લોકોનાં મોત થયાં છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 20.75 ટકા થઈ ગયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે જે 17.03 ટકા છે.
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,43,495 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,68,04,145 લોકો માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 93.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.24 ટકા થયો છે. જો કે એક્ટિવ કેસ હજુ પણ વધુ છે. હાલ દેશમાં 22,49,335 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.
દેશમાં અત્યાર સુધીમાં 1,62,26,07,516 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,56,364 લોકોને રસી આપવામાં આવી હતી.