ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુલાઈ 2020
પાકિસ્તાનનો કોઈ કાળે વિશ્વાસ ન કરી શકાય એ ફરી સાબિત થયું છે. ત્યાંની જેલમાં બંધ ભારતીય નેવીના સેવા નિવૃત્ત અધિકારી એવા કુલભૂષણ જાધવને બીજીવાર, ભારતીય ઉચ્ચાયુક્તને મળવાની મંજૂરી તો આપી છે પરંતુ, ઘણી શરતોને આધીન…
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારની મોડી રાત્રે કુલભૂષણ જાધવ ને થયેલી મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ શરત મુજબ ભારતીય અધિકારી અને જાધવે અંગ્રેજીમાં જ વાત કરવી પડશે. તેઓ હિન્દીમાં વાત ન કરી શકે. આ મુલાકાત દરમિયાન પાકિસ્તાનનો પણ એક અધિકારી ત્યાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગઇકાલે સાંજે કુલભૂષણ જાધવ અથવા તો તેમના કાયદાકીય પ્રતિનિધિ જાધવની મોતની સજા સામે અપીલ કે સમીક્ષા કરી શકવાની અરજી કરી શકે છે. નોંધનીય છે કે આ જ પાકિસ્તાને થોડા દિવસો અગાઉ જાહેર કર્યું હતું કે, જાધવને જે ફાંસીની સજા થઈ છે તેના વિરુદ્ધ એ કોર્ટમાં કોઈ અપીલ કરવા માંગતા નથી. પરંતુ તમામ બાજુએથી ફટકાર પડ્યા બાદ પાકિસ્તાને હવે પોતાનું બોલેલું ફેરવી તોળ્યું છે…
અહીં સૌથી અગત્યની વાત એ છે કે પાકિસ્તાને જાધવને દયાની અરજી પર રિવ્યૂ પિટિશન દાખલ કરવા માટે 20 મી જુલાઈ સુધીની એટલે કે માત્ર ચાર દિવસની જ મુદત આપી છે અને ભારતે આને પણ પાકિસ્તાનની એક ચાલ ગણાવી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com