News Continuous Bureau | Mumbai
દુનિયાના સૌથી વધુ વસ્તી(population) ધરાવતા દેશોની જો વાત કરીએ તો તેમાં ચીન(China) અને ભારત(India)ના નામ ટોચ પર આવે. હાલ ચીન આ મામલે પ્રથમ ક્રમે છે. જ્યારે ભારત બરાબર તેના પછીના ક્રમાંકે છે. જોકે જે રીતે ભારતમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે તે જાેતા આ સ્થિતિ બહુ લાંબો સમય નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર(United nation)એ આ મામલે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ આગામી વર્ષ સુધીમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવવા મુદ્દે ચીનને પણ પાછળ છોડીને પહેલા નંબરે પહોંચી શકે છે.
વિશ્વ વસ્તી દિવસે UNFPA એ બહાર પાડેલા આંકડા મુજબ દુનિયા(world)ની કુલ વસ્તી હાલ ૭ અબજ ૯૫ કરોડ ૪૦ લાખ છે. જેમાંથી ૬૫ ટકા લોકો ૧૫થી ૬૪ વર્ષના છે. જ્યારે ૬૫ વર્ષથી ઉપરના ૧૦ ટકા અને ૧૪ વર્ષથી ઓછી આયુવાળા લોકો ૨૫ ટકા છે. સંસ્થાએ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં દુનિયાની કુલ વસ્તી ૮ અબજ સુધી પહોંચી જવાનો અંદાજાે લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર(UN)ના ૨૦૨૨ સુધીના આંકડા મુજબ ભારતની વસ્તી ૧,૩૮૦,૦૦૪,૩૮૫ છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે
મહાદ્વિપો પ્રમાણે જાેઈએ તો હાલ ૪.૭ અબજ વસ્તી સાથે એશિયા સૌથી ઉપર છે. સમગ્ર દુનિયામાં એકલા એશિયાની જ ભાગીદારી ૬૧ ટકા છે. ત્યારબાદ આફ્રિકામાં ૧.૩ અબજ લોકો એટલે કે ૧૭ ટકા વસ્તી વસે છે. આ ઉપરાંત યુરોપમાં ૭૫ કરોડ એટલે કે ૧૦ ટકા, લેટિન અમેરિકા(US) અને કેરેબિયન દેશો(Carabian countries)માં ૬૫ કરોડ એટલે કે ૮ ટકા, ઉત્તર અમેરિકામાં ૩૭ કરોડ અને ઓસિનીયામાં ૪.૩ કરોડ લોકો રહે છે.
વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ ૨૦૧૯ મુજબ હાલ ચીન ૧.૪૪ અબજની વસ્તી સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ભારત બીજા નંબરે છે. દુનિયાની કુલ વસ્તીમાં ચીનની ૧૯ ટકા અને ભારતની ૧૮ ટકા ભાગીદારી છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતની ભાગીદારી ચીન કરતા વધી જશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ચીનની વસ્તી વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૫૦ દરમિયાન ૩.૧૪ કરોડ એટલે કે લગભગ ૨.૨ ટકા ઘટી જશે.
આ સમાચાર પણ વાંચો : VIVO બાદ હવે અન્ય એક ચીની કંપનીનો વારો- DRIએ આ મોબાઈલ કંપનીની અધધ આટલા કરોડ કસ્ટમ ડ્યૂટી ચોરી પકડી
વર્ષ ૧૯૮૭માં ૧૧ જુલાઈના રોજ દુનિયાની વસ્તી ૫ અબજને પાર કરી ગઈ. દુનિયામાં વધતી જનસંખ્યાને જાેતા જનસંખ્યા સંલગ્ન મુદ્દાઓ અને પર્યાવરણ, વિકાસ પર તેની અસરને લઈને દુનિયાભરના લોકોને જાગૃત કરવાની જરૂરિયાત અનેક સંગઠનોને મહેસૂસ થવા લાગી. ત્યારબાદ જ તેની શરૂઆત થઈ. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA) નું કહેવું છે કે વિશ્વ વસ્તી દિવસને માનવીય પ્રગતિના જશ્ન તરીકે ઉજવવો જોઈએ. લોકોએ સમસ્યા નહીં સમાધાન તરીકે જોવું જોઈએ. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી વખતે એક થીમ રાખવામાં આવે છે. આ વખતે વિશ્વ વસ્તી દિવસની થીમ છે '૮ અબજ લોકોની દુનિયા'. આ થીમ હેઠળ દરેક માટે સારું ભવિષ્ય નક્કી કરવા તરફ વધતા ડગ, જ્યાં તક હોય, અધિકાર હોય, અને બધાની પાસે પોતાની પસંદનો વિકલ્પ હોય, તેના પર કામ કરવામાં આવશે.