ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 મે 2020
જમ્મુ-કાશ્મીરનો જ ભાગ ગણાતા ગિલગીટ બાલટીસ્તાનને 1947 માં પાકિસ્તાને બળજબરીથી ભારત પાસેથી ઝડપી લીધું હતું, હવે ત્યાં પાકિસ્તાનને ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 2018 માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારના ઇશારે આ વિસ્તારમાં ચૂંટણી ની મંજૂરી આપી હતી, જોકે મંજૂરી આપી ત્યારથી જ ભારત આ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા થનારી ચૂંટણી નો વિરોધ કરી રહયું છે, હવે આગામી 24 જૂને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઇ રહયો છે. જે બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એ નિષ્પક્ષ તેમજ પારદર્શી ચૂંટણી યોજી ત્યાં કેરટેકરની ભૂમિકા ભજવશે એમ જણાવ્યું છે. હકીકતમાંગિલગિટ-બાલ્ટિસ્તાન ને અંગ્રેજોએ જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ પાસેથી લીઝ પર લીધું હતું અને લીઝ સમાપ્ત થતાં મહારાજાને પરત આપ્યું હતું. આથી આ વિસ્તાર ભારતનો જ હતો જેને પગલે હવે ભારતે આ વિસ્તારમાં ગઈ 8મી મેથી હવામાનની આગાહી કરવાનું શરૂ કરતાં જ પાકિસ્તાને ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી..