News Continuous Bureau | Mumbai
ભારતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં(Corona cases) વધારો થઈ રહ્યો છે. જોકે આ વધારો સ્થાનિક સ્તરે અમુક રાજ્યમાં થઈ રહ્યો છે. છતાં ચિંતાનું કારણ બની ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3324 નવા કેસ નોંધાયા હતા. તો 40ના મોત થયા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) પણ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેથી 31 મે સુધી દિલ્હીમાં 144ની કલમ(section 144) લાગુ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ગાઝિયાબાદ અને નોઇડામાં(Noida) પણ કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. તેથી સરકારે નોએડા, ગાઝિયાબાદ અને લખનૌ સહિત રાજ્યના સાત જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યા હતા. છતાં કેસ ફરી વધતા અહીં પણ 144મી કલમ લાગુ કરી દેવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય ખાતાના(Central Health Department) જાહેર કરેલા આંકડા મુજબ હાલ દેશમાં સક્રિય દર્દી સંખ્યા 19,092 છે. ભારતમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક(death rate) 5,23,843 થઈ ગયો છે. હાલ દેશનો દૈનિક કોરોનાના ચેપ નો દર 0.04 ટકા પર પહોંચ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી
દેશમાં કેસ સ્થાનિક સ્તરે અમુક રાજ્યમાં કેસ વધી રહ્યા છે. છતાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના(Indian council of medical research) એડિશનલ ડિરેક્ટર સમીરન પાંડાના(Samiran panda) કહેવા મુજબ વર્તમાન સમયમાં દેશમાં કેસ વધી રહ્યા છે, છતાં તેને મહામારીની ચોથી લહેર ગણી શકાય નહીં. આ વધારો સ્થાનિક જિલ્લા સ્તરે છે. જિલ્લા સ્તરે કોરોના કેસમાં થઈ રહેલા વધારાને બ્લિપ કહી શકાય. આ બ્લિપ દેશના કેટલાક ભૌગોલિક ક્ષેત્ર સુધી સિમિત છે.