ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. સોમવારે કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.5 લાખ નવા કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 50,190 કેસ ઓછા આવ્યા છે. પોઝિટિવિટી રેટ પણ 15.52 ટકા પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના 2.5 લાખ નવા કેસ નોંધાયા છે અને 614 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સાજા થનારા લોકોની સંખ્યા 2.67 લાખ નોંધાઈ છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,70,71,898 થઈ ગઈ છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 93.15 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 71.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે 16,49,108 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને ગુજરાતના 20 માછીમારોને છોડ્યા, હજુ આટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે
હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22.36 લાખ છે, જે કુલ કેસના 5.62 ટકા છે. ભારતમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 162 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.