ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવા દર્દીઓનો આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

શનિવાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર જેટલા કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના 58077 નવા કેસ સામે આવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,407 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,25,36,137 થઇ ગયા છે અને કુલ મૃત્યુનો આંકડો 5,07,981 થયો છે. હાલ દેશમાં 6,10,443 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.48% થયો છે. 

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

જો કે આ દરમિયાન રિકવર કરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં 1,36,962 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.37 થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 5.07 ટકા છે. 

કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 172.29 કરોડ રસીના ડોઝ અપાયા છે. આ સાથે જ દેશમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો 24 કલાકમાં 14,50,532 કોરોના ટેસ્ટ કરાયા છે. કુલ ટેસ્ટનો આંકડો વધીને 74.93 કરોડ સુધી પહોંચી ગયો છે. 

શું પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત અધધ આટલા ડોલર નજીક પહોંચી… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More