ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રહ્મોસ મિસાઇલનું એરવર્ઝન પ્રક્ષેપણ દરમિયાન નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. પ્રક્ષેપણ સફળ રહ્યાં પછી બ્રહ્મોસ મિસાઇલના એર વર્ઝનના પ્રોડક્શનનો માર્ગ મોકળો થઇ ગયો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળતા બદલ ડીઆરડીઓ, ઇન્ડિયન એરફોર્સ અને અન્ય પક્ષકારોને અભિનંદન પાઠવ્યા છે. ડીઆરડીઓના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સેક્રેટરી ડો. જી સતિશ રેડ્ડીએ આ પરીક્ષણમાં સામેલ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ ભારતની ડીઆરડીઓ અને રશિયાની એનપીઓએમ દ્વારા સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવી છે.ભારતે આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યુ હતું. આ પરિક્ષણ ઓડિશાના દરિયાકાંઠે આવેલા ચાંદીપુરના ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી કરવામાં આવ્યું હતું તેમ ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ પરિક્ષણને બ્રહ્મોસના વિકાસમાં એક સીમાચિહ્નરૃપ ગણવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિસાઇલનું એર વર્ઝન સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ સુખોઇ ૩૦ એમકે-આઇ દ્વારા સવારે ૧૦.૩૦ વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય જાણકારી : જાણો શિયાળામાં સીતાફળ ખાવાના આ અદ્ભુત ફાયદા વિશે