ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
ચીને લદાખમાં કરેલી ઘુસપેઠ બાદ પાઠ ભણાવવા માટે ભારત તેને વ્યૂહાત્મક અને આર્થિક બંને મોરચે ઘેરી ચુક્યું છે. અત્યાર સુધી દાદાગીરી બતાવી રહેલા ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ તે સમસમી ગયું છે.
બુધવારે જિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)માં ભારતે કહ્યું કે, “હોંગકોંગને સ્પેશલ એડમિનિસ્ટ્રેટિવ રીજન બનાવવું ચીનનો ઘરેલું મુદ્દો છે. પરંતું અત્યારની ઘટનાઓ જોતાં ચિંતા થાય છે. અમને આશા છે કે સંબંધિત પક્ષ આ વાતનું ધ્યાન રાખશે અને આનું ઉચિત, ગંભીર અને નિષ્પક્ષ સમાધાન કરશે.” એમ જિનેવામાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યું છે.
ભારતે આ નિવેદન દુનિયામાં માનવ અધિકારની સ્થિતિ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન આપ્યું છે. ભારત પહેલીવાર હોંગકોંગ મુદ્દે બોલ્યું છે. કારણકે એલએસી પર ચીનનાં આક્રમક વલણ અને ગત મહિને ગલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક મારામારી બાદ ભારતનું આ નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે.
Quad (ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા) રાષ્ટ્રોમાં ફક્ત ભારત એક એવો દેશ છે જેણે હોંગકોંગ મુદ્દા પર અત્યાર સુધી કંઇ નથી કહ્યું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com