Indian Navy 8 Next Generation Corvettes ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતને મોટો વેગ ૭૦% થી વધુ સ્વદેશી સામગ્રી સાથે ૨૦૩૦ સુધીમાં નૌસેનાને મળશે પ્રથમ નેક્સ્ટજેન કોર્વેટ

Indian Navy 8 Next Generation Corvettes જીઆરએસઈ ૫ અને ગોવા શિપયાર્ડ ૩ વોરશિપ બનાવશે, નૌકાદળ દ્વારા સ્વદેશી ડિઝાઈન કરાયેલો પ્રથમ ઐતિહાસિક પ્રોજેક્ટ

by kalpana Verat
Indian Navy 8 Next Generation Corvettes  'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતને મોટો વેગ ૭૦% થી વધુ સ્વદેશી સામગ્રી સાથે ૨૦૩૦ સુધીમાં નૌસેનાને મળશે પ્રથમ નેક્સ્ટજેન કોર્વેટ

 

News Continuous Bureau | Mumbai

Indian Navy 8 Next Generation Corvettes હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક પકડ વધુ મજબૂત કરવાના ભાગરૂપે ભારતીય નૌસેનાની (Indian Navy) ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે ૮ અત્યાધુનિક ‘નેક્સ્ટ જનરેશન કોર્વેટ’ (Next Generation Corvettes NGCs) યુદ્ધજહાજોના નિર્માણ માટે જાહેર ક્ષેત્રના અગ્રણી શિપયાર્ડ્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) અને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) સાથે કુલ ₹૫૩,૮૬૬.૫૦ કરોડના ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હી ખાતે સંરક્ષણ સચિવની ઉપસ્થિતિમાં આ મહાગઠબંધન કરાર સંપન્ન થયો હતો, જે ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાન હેઠળ ભારતીય સેનાના આધુનિકીકરણની દિશામાં એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.

Indian Navy 8 Next Generation Corvettes – જીઆરએસઈ ૫ અને ગોવા શિપયાર્ડ ૩ અત્યાધુનિક કોર્વેટ્સ બનાવશે

સંરક્ષણ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરારની શરતો અનુસાર, કોલકાતા સ્થિત જીઆરએસઈ (GRSE) પાંચ નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સનું નિર્માણ કરશે, જ્યારે બાકીના ત્રણ યુદ્ધજહાજો બનાવવાની જવાબદારી ગોવા શિપયાર્ડ (Goa Shipyard Limited) સંભાળશે. આ બંને સરકારી સંરક્ષણ ઉપક્રમો (DPSUs) ને ઓપન સ્પર્ધાત્મક ટેન્ડરિંગ પ્રક્રિયા મારફતે આ મેગા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દેશના સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગ, ખાસ કરીને એમએસએમઈ (MSME) ક્ષેત્ર માટે હજારો કુશળ રોજગારીની તકો ઊભી કરશે અને સ્થાનિક શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈ આપશે.

Indian Navy 8 Next Generation Corvettes – સંપૂર્ણ સ્વદેશી ડિઝાઈન અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ યુદ્ધપોત

આ પ્રોજેક્ટ ભારતની સ્વદેશી યુદ્ધજહાજ ડિઝાઈન અને નિર્માણ ક્ષમતામાં નવો અધ્યાય છે. ભારતીય નૌકાદળના આંતરિક ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા આ સમગ્ર જહાજોની મૂળભૂત રચના તૈયાર કરવામાં આવી છે. આ નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ સ્ટીલ્થ ક્ષમતા (Stealth Capabilities), અદ્યતન રડાર અને સેન્સર્સ, એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમ્સ (Anti-Ship Missiles) તેમજ સબમરીન વિરોધી લડાયક હથિયારોથી સુસજ્જ હશે. ઊંડા સમુદ્રમાં લાંબા અંતર સુધી ગસ્ત લગાવવા અને દરિયાઈ સુરક્ષા જાળવવા માટે આ યુદ્ધપોતો નૌસેના માટે ગેમચેન્જર પૂરવાર થશે.

Indian Navy 8 Next Generation Corvettes – રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

આ મેગા ડીલ પર ખુશી વ્યક્ત કરતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) ભારતીય નૌસેના અને સંબંધિત શિપબિલ્ડર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ ઐતિહાસિક કરાર ભારતના સ્વદેશી શિપબિલ્ડિંગ ક્ષેત્ર માટે ખૂબ મોટા સમાચાર છે. તેનાથી દેશની નૌકાદળ ક્ષમતામાં અકલ્પનીય વધારો થશે અને સમુદ્રમાં ભારતની રક્ષણાત્મક સજ્જતા વધુ સુદ્રઢ બનશે. વૈશ્વિક શક્તિ સંતુલન વચ્ચે દરિયાઈ સરહદોને અભેદ્ય રાખવામાં આ નવા જહાજો કરોડરજ્જુ સમાન સાબિત થશે.

👉 આ સમાચાર વાચો:
NCP Senior Leaders Meet Amit Shah મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ગરમાવો સુનેત્રા અને પાર્થ પવાર વિના NCP નેતાઓએ દિલ્હીમાં અમિત શાહ સાથે કરી ગુપ્ત બેઠક

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More