News Continuous Bureau | Mumbai
Indian Railways : મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાનું સંચાલન કરવા માટે, ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે.
આ 2023ના ઉનાળાની ( Summer Season ) સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જ્યાં કુલ 6369 ટ્રિપ્સ ઓફર કરવામાં આવી હતી.ત્યારે આ વખતે 2742 યાત્રાઓની ( Passengers ) વૃદ્ધિ થઈ છે, જે મુસાફરોની માંગને અસરકારક રીતે પૂરી કરવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુખ્ય રેલવે માર્ગો પર એકીકૃત મુસાફરી સુનિશ્ચિત કરીને, દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વધારાની ટ્રેનોનું સાવચેતીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરમાં ફેલાયેલા તમામ ઝોનલ રેલવે દ્વારા તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ઉનાળામાં મુસાફરીના ધસારાને પહોંચી વળવા માટે રેલવે આ વધારાની ટ્રિપ્સનું સંચાલન કરવા માટે તૈયાર છે.
Indian Railways : રેલવે આ વધારાની ટ્રિપ્સનું સંચાલન કરવા માટે તૈયાર છે.
| રેલવે | ઝોનલ રેલવે દ્વારા સૂચિત યાત્રાઓ |
| મધ્ય રેલવે | 488 |
| પૂર્વીય રેલવે | 254 |
| પૂર્વ મધ્ય રેલવે | 1003 |
| પૂર્વ કોસ્ટ રેલવે | 102 |
| ઉત્તર મધ્ય રેલવે | 142 |
| ઉત્તર પૂર્વીય રેલવે | 244 |
| ઉત્તરપૂર્વીય ફ્રન્ટિયર રેલવે | 88 |
| ઉત્તર રેલવે | 778 |
| ઉત્તર પશ્ચિમ રેલવે | 1623 |
| દક્ષિણ મધ્ય રેલવે | 1012 |
| દક્ષિણ પર્વ રેલવે | 276 |
| દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે | 12 |
| દક્ષિણ પશ્ચિમ રેલવે | 810 |
| દક્ષિણ રેલવે | 239 |
| પશ્ચિમ મધ્ય રેલવે | 162 |
| પશ્ચિમ રેલવે | 1878 |
| કુલ | 9111 |
વધારાની ટ્રેનોનું આયોજન અને સંચાલન એ એક સતત પ્રક્રિયા છે જેના માટે PRS સિસ્ટમમાં વેઇટલિસ્ટ પેસેન્જરોની વિગતો સિવાય મીડિયા રિપોર્ટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, રેલવે ઇન્ટિગ્રેટેડ હેલ્પલાઇન નંબર 139 જેવી તમામ કોમ્યુનિકેશન ચેનલો 24×7માંથી ઇનપુટ્સ લેવામાં આવે છે. ચોક્કસ રૂટ પર ટ્રેન આ જરૂરિયાતના આધારે, ટ્રેનોની સંખ્યા અને ટ્રિપ્સની સંખ્યા વધારવામાં આવે છે. સમગ્ર સિઝન દરમિયાન ન તો ટ્રેનોની સંખ્યા અને ન તો વધારાની ટ્રેન(ઓ) દ્વારા ચલાવવામાં આવતી યાત્રાઓની સંખ્યા સ્થિર રહે છે.
ઉનાળાની ઋતુ દરમિયાન, ઝોનલ રેલવેને રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. તમામ મોટા અને મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થિત રીતે ભીડને નિયંત્રિત કરવા માટે તમામ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે વરિષ્ઠ અધિકારીઓ આ સ્ટેશનો પર કાર્યરત છે.
સામાન્ય વર્ગના કોચમાં પ્રવેશ માટે કતાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આરપીએફના જવાનોને પ્રારંભિક સ્ટેશનો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ભીડવાળા વિસ્તારો પર નજીકથી નજર રાખવા માટે અને મુસાફરોને વાસ્તવિક સમયની મદદ મળે તે હેતુસર સીસીટીવી કંટ્રોલ રૂમમાં કુશળ RPF સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Express Train : 21 એપ્રિલ 2024ના રોજ વડોદરા ડિવિઝનના ગોઠાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
ભારે ભીડ દરમિયાન નાસભાગ જેવી પરિસ્થિતિને ટાળવા માટે, ભીડને સરળતાથી નિયંત્રિત કરવા માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓને ફૂટ-ઓવર બ્રિજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય રેલવે તમામ મુસાફરોને અનુકૂળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરો આ વધારાની ટ્રેનોમાં તેમની ટિકિટ રેલવે ટિકિટ કાઉન્ટર અથવા IRCTC વેબસાઇટ/એપ દ્વારા બુક કરાવી શકે છે.
Indian Railways : પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી સમર સ્પેશિયલ ટ્રેનોનો ( Summer Special Trains ) સંક્ષિપ્ત
- મુંબઈથી ચાલતી 14 જોડી
- સુરત/ઉધનાથી ચાલતી 22 જોડી
- સુરત/ઉધનાથી પસાર થતી 23 જોડી
- યુપી અને બિહાર રાજ્યોના સગવડ માટે 45 જોડી
- ઉત્તર ભારતના સગવડ માટે 10 જોડી
- ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ઓખા, હાપા, વલસાડ અને રાજકોટથી ચાલતી 38 જોડી
- મધ્યપ્રદેશથી ચાલતી 04 જોડી
કુલ જોડી = 78 (19મી એપ્રિલ, 2024ના રોજ)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.