News Continuous Bureau | Mumbai
ભારત(India) સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં(developed and developing countries) ખોરાકનો બગાડ(Food waste) મોટી સમસ્યા છે. આ મામલામાં ચીન(China) પછી ભારત બીજા એવો દેશ છે જ્યાં ખોરાકનો સૌથી વધારે બગાડ થાય છે. આ તે સમયમાં થઈ રહ્યું છે જ્યાં દુનિયામાં લગભગ ૮૩ કરોડ લોકો ભૂખ્યા સુવે છે. ખોરાકનો બગાડ અને અછત વિશે જાગૃતતા ફેલાવવા માટે ૨૯ સપ્ટેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ(International day) ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને ખોરાક-પાણીના બગાડને રોકવા માટે જાગૃત કરવામાં આવે છે.
ભોજનના નુકસાન અને બગાડને(Food loss and spoilage) રોકવા માટે આપણે તેના પ્રભાવ વિશે વધારે જાગૃત અને જરૂરી પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે. UNEPના રિપોર્ટ પ્રમાણે કોરોનાકાળ પહેલાં ૯૩ કરોડ ટન ખોરાક એટલે ૧૭ ટકા ખોરાક ખરાબ થતો હતો. તેમાં ૬૩ ટકા ખોરાક સામાન્ય ઘરમાંથી, ૨૩ ટકા ખોરાક રેસ્ટોરાં અને ૧૩ ટકા ખોરાક રિટેઈલ(Food retail) ચેનમાં ખરાબ થઈ ગયો હતો. UNEPના રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે ૯.૬ કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક ૬.૮૭ કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં ૧.૯૩ કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી
જાે પ્રતિ વ્યક્તિ ખોરાક બગાડની વાત કરીએ તો આ મામલામાં ઓસ્ટ્રેલિયા(Australia) પહેલા નંબરે છે. જ્યાં એક વ્યક્તિ વર્ષમાં ૧૦૨ કિલો ખોરાકનો બગાડ કરે છે. આ પ્રમાણે ફ્રાંસમાં(France) ૮૫ કિલોગ્રામ, સ્પેનમાં(Spain) ૭૭ કિલોગ્રામ અને યૂકેમાં ૭૭ કિલોગ્રામ ખોરાકનો બગાડ થાય છે. સામાન્ય રીતે મોટા દેશોમાં મોટાભાગે ખોરાક ખેતર અને બજારની વચ્ચે હોય છે. જેના અનેક કારણો છે. તેમાંથી કેટલાક પ્રકાર છે. ભોજનનું ખરાબ થઈ જવું, ભંડારણ અને સંચાલન. ખરાબ પોષણ, અપૂરતી આધારભૂત સંચરના, ખોટું લેબલિંગ અને અસ્થિર કૃષિ પદ્ધતિઓ. ઘરમાં ખોરાકના બગાડની સાથે વધારે ખરીદદારી અને તેની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે. જેનાથી તે ખરાબ થાય છે. અને સીધું કચરામાં ચાલ્યું જાય છે.