India LPG Plan-B Success:ગેસ સંકટમાંથી ભારત ઉગર્યું! સરકારના ‘પ્લાન-બી’ થી LPG સપ્લાયમાં મોટો ઉછાળો; હવે નવા મિત્ર દેશો આપશે ભારતને સસ્તો ગેસ.

India LPG Plan-B Success: અલ્જીરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી LNG-LPG ના જથ્થા ભારત પહોંચ્યા, હોર્મુઝની ખાડીના વિવાદ વચ્ચે મોદી સરકારની નવી વ્યૂહરચના કારગત નીવડી

by Akash Rajbhar
India’s LPG Plan-B in Action Domestic Production Rises by 10% as New Shipments Arrive from Algeria, Australia, and Canada

News Continuous Bureau | Mumbai

 India LPG Plan-B Success: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ખોરવાઈ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે. ખાસ કરીને રાંધણ ગેસ (LPG) ના સપ્લાયમાં ઉભા થયેલા સંકટને ટાળવા માટે મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ટોચના સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતની રિફાઈનરીઓએ એલપીજીનું ઘરેલું ઉત્પાદન ૧૦% વધારી દીધું છે, જેથી સામાન્ય નાગરિકોને ગેસની તંગીનો સામનો ન કરવો પડે.યુદ્ધને કારણે મિડલ ઈસ્ટના પરંપરાગત સ્રોતોમાંથી ગેસ લાવવો જોખમી બન્યો છે. આ સ્થિતિમાં સરકારનો ‘પ્લાન-બી’ એટલે કે આયાત માટે નવા દેશોની પસંદગીઅત્યંત મદદરૂપ સાબિત થઈ રહી છે. અત્યારે અલ્જીરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નોર્વે જેવા દેશોમાંથી એલએનજી (LNG) અને એલપીજી (LPG) ના વધારાના કાર્ગો ભારત આવવાના શરૂ થઈ ગયા છે.

ભારતની ગેસ આયાતનું બદલાતું ગણિત

ભારત અત્યાર સુધી ગેસ માટે મોટાભાગે અખાતી દેશો પર નિર્ભર હતું, પરંતુ યુદ્ધે આ નિર્ભરતા ઘટાડવાની ફરજ પાડી છે.
LNG સ્ત્રોત: અત્યાર સુધી કતર (૪૨.૨૨%), અમેરિકા (૧૮.૫%), યુએઈ (૧૧.૧૧%) મુખ્ય સ્ત્રોત હતા.
LPG સ્ત્રોત: અખાતી દેશો (યુએઈ અને કતર) ૬૨% થી વધુ સપ્લાય કરતા હતા, જ્યારે સાઉદી અરેબિયા (૧૮.૨%) અને કુવૈત (૧૫.૬%) નો મોટો હિસ્સો હતો.
હવે અમેરિકા એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે, જે ૨૦૨૬ના સપ્લાયમાં અંદાજે ૧૦% હિસ્સો ધરાવે છે. આ નવા સ્ત્રોતોને કારણે મિડલ ઈસ્ટમાં યુદ્ધ હોવા છતાં ભારતનો પુરવઠો જળવાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Trump Stop Israel Attack:તેલના ભાવમાં ભડકો થવાના ડરથી ટ્રમ્પે ઈઝરાયેલને લગામ કસી? ઈરાન સામેના જંગમાં ‘ડૂમ્સડે ઓપ્શન’ કેમ બન્યું ચર્ચાનું કેન્દ્ર, જાણો સંપૂર્ણ વિગત

ઘરેલું જરૂરિયાતને અગ્રતા અને જમાખોરી પર રોક

સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઘરેલું એલપીજી (Domestic LPG) ની માંગ પૂરી કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોમર્શિયલ ગેસના ઉપયોગ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી જરૂરિયાત વગરના વ્યવસાયો ગેસની જમાખોરી ન કરે. IOCL, BPCL અને HPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોની એક સમિતિ આ આખી સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ કડક પગલાંને કારણે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પર અસર પડી શકે છે, પરંતુ સામાન્ય ગૃહિણીઓને રાહત મળશે.

રિફાઈનરીઓએ વધાર્યું ઉત્પાદન

IOCL, BPCL અને HPCL જેવી ભારતીય રિફાઈનરીઓએ યુદ્ધના ધોરણે કામ કરીને ઉત્પાદનમાં ૧૦% નો વધારો કર્યો છે. સરકારના ભરોસા બાદ નાગરિકોમાં ગભરાટ ઓછો થયો છે. હોર્મુઝની ખાડી બંધ થવાના જોખમ સામે ભારતની તૈયારી હવે અન્ય દેશો માટે પણ એક મોડેલ સમાન બની છે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ગેસનો પુરવઠો વધુ સુદ્રઢ બનશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More