ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણની તપાસમાં વિવાદમાં સપડાયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી સમીર વાનખેડે હટાવ્યા બાદ હવે દિલ્લીથી આવેલા NCB અધિકારી સંજય સિંહ આ કેસની તપાસ કરવાના છે. આર્યન ખાન કેસમાં આઠ કરોડની લાંચ માગવાનો આરોપ સમીર વાનખેડે પર છે. તેથી હવે તેમને હટાવીને સિનિયર પોલીસ અધિકારી સંજય સિંહના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને તપાસ સોંપવામાં આવી છે.
સંજય સિંહ ઓડિશા કેડરને આઈપીએસ અધિકારી છે. તેમની NCBના ડેપ્યુટી ડાયરેકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ તેઓ દિલ્લીમાં NCBના મુખ્યાલયમાં ફરજ બજાવે છે. તે પહેલા તેઓ ઓડિશાના એડિશનલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 1996ની બેચના આઈપીએસ અધિકારી છે. ઓડિશા રાજય સરકારમાં અનેક મહ્ત્તવના પદ પર તેઓએ ફરજ બજાવી છે. ઓડિશામાં પોલીસમાં તેઓ ડ્રગ્સ ટાસ્ક ફોર્સના પ્રમુખ હતા ત્યારે રાજ્યમાં ડ્રગ્સ તસ્કરીનું આખું રેકેટ તેઓ બહાર લાવ્યા હતા. ત્યારબાદ સરકારે તેમને પ્રમોશન આપતા તેઓ દિલ્લીમાં ટ્રાન્સફર કરાયા હતા.
શું નવાબ મલિકે સમીર વાનખેડેની વિકેટ ખોરવી? આર્યન ખાન કેસની તપાસ હવે કરશે દિલ્લી NCB; જાણો વિગત
ડ્રગ્સ પ્રકરણમાં સમીર વાનખેડે પર સતત આરોપ થઈ રહ્યા છે. તેથી તેમના હાથમાં તપાસ લઈને દિલ્લી NCBને આપવામા આવી છે. જેનુ નેતૃત્વ સંજય સિંહ કરવાના છે.