IREDA: ભારતીય નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી લિમિટેડ (IREDA)એ નેપાળમાં 900 મેગાવોટના અપર કરનાલી હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના વિકાસ માટે SJVN લિમિટેડ, GMR એનર્જી લિમિટેડ અને નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA) સાથે સંયુક્ત સાહસ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ વ્યૂહાત્મક પહેલનો ઉદ્દેશ્ય પ્રાદેશિક ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને નવીનીકરણીય ઉર્જા વૃદ્ધિને વેગ આપવાનો છે.
સંયુક્ત સાહસ કરાર બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર (BOOT) મોડેલ હેઠળ પ્રોજેક્ટ વિકાસ, બાંધકામ, સંચાલન અને જાળવણી માટે એક વ્યાપક માળખું રજૂ કરે છે, જેમાં કોમર્શિયલ ઓપરેશન ડેટ (CoD)થી 25 વર્ષની પ્રોજેક્ટ મુદતનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: CBI: સીબીઆઈ કોર્ટે વીમા છેતરપિંડીના કેસમાં 2 આરોપીઓને 5 વર્ષની કેદ, 17.2 લાખ ફટકાર્યો દંડ
IREDA: આજે નવી દિલ્હીમાં IREDA, SJVN અને GMR એનર્જી લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ કરારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા IREDAના CMD શ્રી પ્રદીપ કુમાર દાસે જણાવ્યું હતું કે, “આ કરાર પ્રદેશમાં સતત ઊર્જા વિકાસના અમારા સામૂહિક દ્રષ્ટિકોણને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. હાઇડ્રોપાવરની વિશાળ સંભાવનાનો લાભ લઈને, અપર કરનાલી પ્રોજેક્ટ સરહદ પાર સહયોગના મોડેલ તરીકે સેવા આપશે, જેનાથી આર્થિક અને પર્યાવરણીય બંને લાભો મળશે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.