ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
કોરોનાની રસીને લઈ વિવિધ પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને વડાપ્રધાન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ ચોખવટ કરી ચુક્યા છે. આજથી દેશભરમાં રસીકરણ શરુ થઇ ગયું છે ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને રસી કે રસીની આડઅસરથી નહિ ગભરાવવા અનુરોધ કર્યો છે.
પહેલા સ્ટેજમાં માત્ર હેલ્થવર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવશે. આ માટે કોવિડ સોફ્ટવેરમાંથી મોબાઈલમાં મેસેજ મોકલાશે. વેક્સિનના રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. ઇલેક્શન કમિશન અને અન્ય ડેટાના આધારે સરકાર લાભાર્થીઓની પસંદગી કરશે. પહેલા બે તબક્કામાં તમામ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે.
આ બંને વેક્સિનની કોઈ ગંભીર સાઈડઇફેક્ટ સામે આવી નથી. વેક્સિનથી થોડો તાવ, માથાનો દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો જેવી નાની મોટી ફરિયાદ થઈ શકે છે. આર્યોગ્યમંત્રી હર્ષવર્ધનનું કહેવું હતું કે કોઈ પણ વેક્સિન લેવાથી સામાન્ય લક્ષણ જોવા મળે છે. આથી ગભરાવવાની જરૂર નથી.
કંપ્ની દ્વારા જારી કરાયેલા ફેકટશીટ ચેટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોમાં જ આવી સમસ્યા જોવા મળી શકે છે. જો કે દરેકને વેક્સિનનો ડોઝ લીધા બાદ અડધી કલાક સુધી વેક્સિનનેશન સેન્ટર ઉપર રહેવું પડશે. જો વેક્સિનની ગંભીર સાઈડ ઇફેક્ટ થાય તો સરકાર દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટર અને હોસ્પિટલમાં સારવાર કરી શકાશે. આથી જે રીતે તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેને જોતા કોઈએ વેક્સિન ને લઈને ડરવાની જરૂર નથી.