GST On GangaJal: શું ખરેખર ગંગાજળ પર 18 ટકા GST લગાવાયો? કોંગ્રેસના આરોપો બાદ મોદી સરકારે આપી આ સ્પષ્ટતા..

GST On GangaJal: કેન્દ્ર સરકારે ગંગા નદીનાં પાણી પર 18% જીએસટી લગાડવાનાં કોંગ્રેસનાં આરોપનો જવાબ આપ્યો છે. કોંગ્રેસે ગુરુવારે ગંગાજળ પર 18% જીએસટી લગાડ્યા હોવાનો આરોપ મૂકી અને મોદી સરકારની આલોચના કરી હતી.

by Janvi Jagda
Is it really 18 percent GST on the Ganges? After the Congress allegations, the Modi government has clarified

News Continuous Bureau | Mumbai 

GST On GangaJal: કેન્દ્ર સરકારે ગંગા નદીનાં પાણી પર 18% જીએસટી લગાડવાનાં કોંગ્રેસનાં(Congress) આરોપનો જવાબ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતાં ગંગાજળ અને પૂજા સામગ્રીને જીએસટીનાં સેક્શનમાંથી બહાર રાખવામાં આવ્યું છે.

18/19મે 2017 અને 3 જૂન 2017નાં પૂજા સામગ્રી પર જીએસટીને લઈને GST કાઉન્સિલની 14મી અને 15મી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે સમયથી તેને સ્લેબથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી પૂજામાં શામેલ તમામ સામાનને જીએસટીની બહાર રાખવામાં આવ્યું છે.

CBICએ સ્પષ્ટતા જાહેર કરી…..

કોંગ્રેસે ગુરુવારે ગંગાજળ પર 18% જીએસટી લગાડ્યા હોવાનો આરોપ મૂકી અને મોદી સરકારની આલોચના કરી હતી. આ કૃત્યને તેમણે લૂટ અને પાખંડનું નામ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ(Mallikarjun Kharge) સોશિયલ મીડિયા X પર લખ્યું કે મોદીજી એક સામાન્ય ભારતીય માટે જન્મથી લઈ જીવનનાં અંત સુધી મોક્ષદાયિની માં ગંગાનું મહત્વ ઘણું વધારે છે. સારી વાત છે કે તમે ઉત્તરાખંડમાં છો પણ તમારી સરકારે તો પવિત્ર ગંગાજળ પર જ 18% GST લગાડી દીધું છે. એકવખત પણ ન વિચાર્યું કે જે લોકો પોતાના ઘરે ગંગાજળ મંગાવી છે તેમના પર ભારણ વધી જશે. આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે.

 

ભાજપનાં(BJP) IT સેલ હેડ અમિત માલવીયાએ(Amit Malaviya) કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેમણે કોંગ્રેસના ટ્વિટ પર લખ્યું કે ખરગેજી, સૂચના 2/2017ની એન્ટ્રી #99 અંતર્ગત આ સ્પષ્ટરૂપે ઉલ્લેખવામાં આવ્યું છે કે પાણી પર શૂન્ય જીએસટી લાગે છે. 2017માં GSTની શરૂઆત બાદથી જ પૂજા સામગ્રી GSTથી મુક્ત છે. કોઈપણ હાલની નોટિફિકેશને પેક્ડ પાણીની બોટલ કે ગંગાજળ પર જીએસટી દરમાં ફેરફાર કરવાનાં સંકેતો આપ્યાં નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે આ તથ્યોને ખોટી રીતે પ્રસ્તુત કરવું ન માત્ર લાપરવાહીપૂર્ણ ભૂલ છે પણ છેતરવા માટે વિચારીને કરવામાં આવેલું દુષ્પ્રચાર છે.

ગંગા જળ પર GST લાદવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વિરોધ પક્ષ તરફથી સરકાર પર રાજકીય પ્રહારો તેજ થઈ ગયા છે. જે બાદ નાણા મંત્રાલય હેઠળના CBICએ એક સ્પષ્ટતા જાહેર કરી છે જેમાં ગંગા જળ પર GST લગાવવામાં આવ્યો હોવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : IND vs PAK : અમદાવાદમાં પાકિસ્તાની ટીમનું સ્વાગત કરવા પર થયો હોબાળો.. સોશ્યલ મીડિયા પર ભડક્યા લોકો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More