News Continuous Bureau | Mumbai
ITBP એટલે કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના વીર જવાનોએ ફરી એકવાર અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ઉત્તરાખંડ હિમાલયમાં (Yoga Practice on Himalaya) 22,850 ફૂટની ઊંચાઈએ બરફની વચ્ચે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના પર્વતારોહકો યોગાભ્યાસ(Indo Tibetan Border Police Yoga) કર્યો છે. અગાઉ, ITBPના ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગામિનના શિખર પર હતા, જ્યારે તેઓએ રસ્તામાં બરફથી ઢંકાયેલ વિસ્તારમાં એક જગ્યાએ ઉચ્ચ ઊંચાઈ પર યોગાભ્યાસ કર્યો હતો.
.@ITBP_official એ ઉત્તરાખંડ હિમાલયમાં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા 22,850 ફૂટ પર યોગાભ્યાસ કરીને રેકોર્ડ બનાવ્યો.#YogaAmritMahotsav #InternationalDayOfYoga@moayush pic.twitter.com/vH0b8jzOai
— PIB in Gujarat (@PIBAhmedabad) June 6, 2022
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ દિલ્હી હેડક્વાર્ટરથી ITBPના પ્રવક્તા વિવેક પાંડેના જણાવ્યા અનુસાર, પર્વતના શિખર પર પહોંચવા માટે, ITBP પર્વતારોહકોની 14 સભ્યોની ટીમે બરફમાં 20 મિનિટ સુધી યોગનો અભ્યાસ (ITBP Mountaineers Yoga) કર્યો હતો. આઈટીબીપીનો દાવો છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ દ્વારા સૌથી વધુ ઉંચાઈ પર યોગ(Yoga) કરવાનો આ રેકોર્ડ છે. આટલી ઊંચાઈએ અત્યંત ઊંચી ઊંચાઈ સાથે યોગાભ્યાસ અગાઉ ક્યારેય જોયો નથી. આ ઊંચાઈઓ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આ તેના પ્રકારનો અનોખો રેકોર્ડ છે.
આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day) પર વડાપ્રધાન(PM Narendra Modi)ના વિઝન અને આ વર્ષની થીમ- 'માનવતા માટે યોગ' થી પ્રેરિત થઈને, ITBP-ક્લાઇમ્બર્સે આટલી ઊંચાઈએ યોગનો અભ્યાસ કર્યો અને વિવિધ યોગ આસનોનો અભ્યાસ કરીને લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.
ITBPના ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગેમિનના શિખર પર હતા. ત્યાં તેમણે રસ્તામાં બરફથી તરબોળ વિસ્તારમાં આ યોગ સત્રનું આયોજન કર્યું હતું. પર્વતના શિખર પર પહોંચવા માટે, ITBP પર્વતારોહકો(mountainers)ની 14-સદસ્યની ટીમે 1 જૂનના રોજ આત્યંતિક પરિસ્થિતિઓ વચ્ચે 20 મિનિટ સુધી યોગનો અભ્યાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા કોઈ વ્યક્તિ કે સંસ્થાએ આટલી ઉંચાઈ પર યોગાસન નથી કર્યું.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ITBP એ હિમાલયની ઉચ્ચ પર્વતમાળા(mountain0ઓમાં ટોચની પર્વતમાળાઓ પર યોગ કરીને યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. ITBPના જવાનો લદ્દાખ, હિમાચલ પ્રદેશ(Himachal Pradesh), ઉત્તરાખંડ(Uttarakhadn), સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારત-ચીન સરહદો પર વિવિધ ઊંચાઈએ હિમાલયની પર્વતમાળાઓ પર સૂર્ય નમસ્કાર સહિત વિવિધ આસનો અને વિવિધ યોગાસનો યોગના પ્રચારમાં અનુકરણીય યોગદાન આપી રહ્યા છે.