Site icon

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, કુલગામ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર.. જાણો વિગતે..

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. સેના જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. સેનાને અત્યાર સુધીના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે…

Jammu & Kashmir Big success for army in Jammu and Kashmir, 5 terrorists killed in Kulgam encounter

Jammu & Kashmir Big success for army in Jammu and Kashmir, 5 terrorists killed in Kulgam encounter

News Continuous Bureau | Mumbai

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીર ( Jammu Kashmir ) ના કુલગામ ( Kulgam ) માં સેના ( Indian Army ) એ પાંચ આતંકીઓ  ( Terrorist ) ને ઠાર કર્યા છે. સેના જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. સેનાને અત્યાર સુધીના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ લશ્કર-એ-તૈયબા ( Lashkar-e-Taiba ) ના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશનનો બીજો દિવસ છે. આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી કડક કરવા જેવા પગલા લીધા છે.

Join Our WhatsApp Community

શાંતિપૂર્ણ રાત્રિ બાદ શુક્રવારે વહેલી સવારે કુલગામના નેહામાના સમનો વિસ્તારમાં ગોળીબાર થયો હતો. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, ઓપરેશન શરૂઆતમાં કુલગામના નેહામા ગામમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન તરીકે શરૂ થયું હતું. જ્યારે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતુ.

સેનાના જવાનોએ આતંકવાદીઓની શોધમાં જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ( Search operation )  શરૂ કર્યું હતું…. 

જો કે, સુરક્ષા દળોએ તે વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ગોઠવી દીધો છે. જ્યાં આતંકવાદીઓ ફસાયા હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં ચાલતી કામગીરી અસ્થાયી ધોરણે રાતોરાત અટકાવી દેવામાં આવી હતી. હાલમાં સેનાની ટીમમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘેરાયેલા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ફસાયા હોવાની શક્યતા હતી, જેમાંથી બે સ્થાનિક અને એક વિદેશી હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી સત્તાવાળાઓ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે ખરેખર માત્ર પાંચ આતંકવાદીઓ હતા કે વધુ આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા છે.

આ સમાચાર પણ વાંચો : Dharavi Redevelopment Project: મહારાષ્ટ્ર સરકારના TDR નિયમોમાં ફેરફારથી થશે અદાણી જુથને મોટો ફાયદો: મિડીયા અહેવાલ… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

અહેવાલો અનુસાર સેનાના જવાનોએ આતંકવાદીઓની શોધમાં જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ જવાનોને જોઈને કથિત રીતે ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સર્ચ ટીમે આતંકીઓને પકડવા માટે ચારે બાજુથી વિસ્તારને ઘેરી લીધો હતો. સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, 9 પેરા સ્પેશિયલ ફોર્સ, પોલીસ અને CRPFની ટીમો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version