Site icon

Jammu Kashmir Election Result : આ બેઠક પર ઓમર અબ્દુલ્લાનો 18485 મતે વિજય, જમ્મુ કાશ્મીરના CM બનશે..

Jammu Kashmir Election Result : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી સીએમ હશે. ઓમર અબ્દુલ્લા બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બડગામમાં જીત્યા અને ગંદરબલમાં આગળ ચાલી રહ્યા છે

Jammu Kashmir Election Result NC leader Omar Abdullah wins Budgam seat by over 18,000 votes

Jammu Kashmir Election Result NC leader Omar Abdullah wins Budgam seat by over 18,000 votes

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Election Result : નેશનલ કોન્ફરન્સ બહુમત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના સીએમ બનશે. ઓમર અબ્દુલ્લાએ આ ચૂંટણીમાં બે સીટો બડગામ અને ગાંદરબલ પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ બડગામથી ચૂંટણી જીત્યા છે જ્યારે તેઓ ગાંદરબલ સીટ પર આગળ છે.

Join Our WhatsApp Community

મીડિયા સાથેની વાતચીતમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે અમે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું, હું માનું છું કે લોકોએ અમારી વાત સાંભળી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે, હું તેમનો આભારી છું અહીં જાહેર શાસન હોય, પોલીસ શાસન નહીં.

Jammu Kashmir Election Result : નિર્દોષ લોકોને જેલમાંથી છોડાવીશું – ફારૂક

અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, આપણે નિર્દોષ લોકોને જેલમાંથી બહાર કાઢવાના છે, જે મીડિયાના લોકોને સત્ય બોલવા માટે જેલમાં છે તેમને બહાર કાઢવાના છે, એક જ વિનંતી છે કે આપણે નફરત ન વધારવી જોઈએ, પ્રેમ વધારવો જોઈએ. આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો વધારવો પડશે.

Jammu Kashmir Election Result : ગાંદરબલ સીટના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ

જો ઓમર અબ્દુલ્લા સીએમ બનશે તો તેમના સમર્થકો માટે ખૂબ જ ખુશીની વાત હશે. કારણ કે ઓમરે એક સમયે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. ઓમરે કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે. જોકે, ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તેમનો સૂર બદલાયો અને તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. એટલું જ નહીં તેઓ બે-બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Haryana Election Results 2024 LIVE: હરિયાણા વિધાનસભા ચૂંટણીના અખાડામાં વિનેશ ફોગાટે વિરોધીને ચટાડી ધૂળ, જુલાના સીટથી જીત

Jammu Kashmir Election Result : નેશનલ કોન્ફરન્સે 8 બેઠકો પર ચૂંટણી જીતી

ચૂંટણી પંચની વેબસાઈટ પર બપોરે 2 વાગ્યા સુધીના આંકડા મુજબ નેશનલ કોન્ફરન્સે 8 બેઠકો પર ચૂંટણી જીતી છે જ્યારે તેની સહયોગી કોંગ્રેસે પણ એક બેઠક જીતી છે. નેશનલ કોન્ફરન્સ 33 સીટો પર અને કોંગ્રેસ 5 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યાં એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી તરફ ઓમર અબ્દુલ્લાએ એક્ઝિટ પોલ પર સવાલો ઉઠાવ્યા છે.

 

 

Gold Price: કરવા ચોથ પછી સોના માં નોંધાયો મામૂલી વધારો,જાણો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો તાજેતરનો ભાવ કેટલો છે
Uber: UBER ડ્રાઇવરોની થઈ ‘ચાંદી’: હવે દર રાઇડ પર મળશે વધારાની કમાણી, કંપનીએ લોન્ચ કરી આ નવી સર્વિસ
Ram Temple: ઐતિહાસિક ક્ષણ: રામ મંદિરના શિખર પર PM મોદી ફરકાવશે અધધ આટલા ફૂટ લાંબો ધ્વજ, રંગ અને પ્રકાર થયો નક્કી
Afghan Foreign Minister: મુતક્કીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારો પર પ્રતિબંધ; વિવાદ વધતા MEAએ આપી સ્પષ્ટતા
Exit mobile version