News Continuous Bureau | Mumbai
JDU: પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ નકારાત્મક આવ્યા બાદ હવે ઈન્ડિયાની બેઠકમાં ( INDIA Meeting ) ખટરાગ જોવા મળી રહ્યો છે. જનતા દળ યુનાઇટેડના સાંસદ સુનિલકુમાર પીન્ટુ ( sunil kumar pintu ) એ કહ્યું કે દિલ્હી ( Delhi ) ખાતે યોજાયેલી ઈન્ડિયાની બેઠકમાં માત્ર ચા અને બિસ્કીટ મળ્યા પણ સમોસા ( Samosa ) તો મળ્યા જ નહીં. તેમનો ઈશારો એ બાબતે હતો કે ઈન્ડિયાની બેઠકમાં માત્ર ઉપર છેલ્લી ચર્ચા થઈ પરંતુ ઠોસ નિર્ણયો લેવાયા નથી.
આ ઉપરાંત જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નિતેશ કુમારે ( Nitish Kumar ) પણ ટીકા કરી હતી કે માત્ર અંગ્રેજીમાં બોલો તો નહીં ચાલે હિન્દી એ ભારતની ભાષા છે અને તે ભાષામાં વાતચીત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ એક એવો મુદ્દો છે જેના પર દક્ષિણ ભારતની પાર્ટીઓ વાંધો ઉચકી શકે છે. તેમ છતાં જનતા દળ યુનાઇટેડ એ સંવેદનશીલ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરીને વાતાવરણ ગરમ રાખ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન પદની ( Prime Minister ) જાહેરાત સંદર્ભે મમતા બેનર્જીએ કોઈ દલિત વ્યક્તિનું નામ આગળ કરવાનું સૂચન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના નાાળાઓમાં કશું પણ નાખ્યું છે તો ખબરદાર, બહુ જલ્દી દંડ લાગુ કરવામાં આવશે.
આમ કોંગ્રેસ પાર્ટીની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે.