Site icon

ચારધામમાં કુદરતનો પ્રકોપ, કેદારનાથમાં ભારે બરફ વર્ષા, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ..

Kedarnath Yatra 2023: chardham yatra 21

Kedarnath Yatra 2023: chardham yatra 21

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે ભક્તોની ભીડ સતત બાબાના દરબાર પર પહોંચી રહી છે. વરસાદ, હિમવર્ષા અને ઠંડી લોકોને રોકી શકી નથી. લોકોની આસ્થા આ બધી બાબતો પર ભારે પડી રહી છે. ચારધામ માં યાત્રીઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તેઓ બાબાના દરબારમાં પહોંચી રહ્યા છે. સતત ચારધામ માં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ હેલ્થ ઇશ્યૂના કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અત્યાર સુધી ચારધામ યાત્રા રૂટ પર 21 શ્રદ્ધાળુઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં કેદારનાથમાં આઠ યાત્રી, યમુનોત્રીમાં છ, ગંગોત્રીમાં ચાર, બદરીનાથમાં ત્રણ યાત્રીઓએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે વિભાગે 80,000 યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યું છે અને 55થી વધુ ઉંમરના તમામ લોકોનું સ્ક્રિનિંગ થઇ રહ્યુ છે. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ છે. ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવવો પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો :શું તમારી પાસે છે આ 4-વ્હીલર, તો થઈ જાવ સાવધાન! 2027 સુધીમાં તેના પર લાગી શકે છે પ્રતિબંધ! જાણો શું છે કારણ…

Earthquake Tremors Near Delhi-NCR: ફરી ધ્રુજી દિલ્હી-NCR ની ધરતી! હરિયાણાના રેવાડીમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, સવાર-સવારમાં આંચકા અનુભવાતા લોકોમાં મચ્યો હાહાકાર.
Sanjay Raut on President Murmu: “રાષ્ટ્રપતિનું મૌન દેશ માટે ઘાતક!” સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ પર સાધ્યું નિશાન; આદિવાસી મહિલાઓનો ઉલ્લેખ કરી પૂછ્યા આકરા સવાલ
Om Birla Removal Process: શું ઓમ બિરલા સ્પીકર પદેથી હટશે? વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું શું છે ગણિત; જાણો બંધારણીય પ્રક્રિયા અને નિયમો.
LPG Subsidy Online: હવે ઘરે બેઠા જાણી શકશો ગેસ સબસિડી આવી કે નહીં! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ.
Exit mobile version