News Continuous Bureau | Mumbai
Khalistani terrorist Pannu: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ( Gurpatwant Singh Pannun ) આમ આદમી પાર્ટી અને સીએમ કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન લેવાનો આરોપ લગાવ્યો હતો. આતંકવાદી પન્નુએ દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે ખાલિસ્તાનીઓ સાથેની બેઠકમાં આતંકવાદી ભુલ્લરને છોડવાનું વચન પણ આપ્યું હતું. પન્નુએ એક વીડિયો શેર કરીને આ આરોપો લગાવ્યા હતા.
શીખ ફોર જસ્ટિસ (SFJ) આતંકવાદી સંગઠનના વડા પન્નુએ અઢી મિનિટનો વીડિયો જાહેર કરીને સીએમ કેજરીવાલ, આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) અને પંજાબના સીએમ ભગવંત માન પર આરોપ લગાવ્યા હતા. જેમાં તાજેતરમાં સીએમ કેજરીવાલની ( Arvind Kejriwal ) ધરપકડ બાદ પન્નુએ તેમની પર ઘણા આરોપો લગાવ્યા હતા.
પન્નુએ આ વીડિયોમાં નિવેદન આપતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતાને ઈમાનદાર હિંદુ કહે છે પરંતુ તે એક અપ્રમાણિક હિંદુ છે. 2014માં જ્યારે તેમની પાસે સત્તા ન હતી ત્યારે તેઓ અમેરિકા આવ્યા હતા અને ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો પ્રોફેસર દેવિન્દર પાલ સિંહ ભુલ્લરને ( Devinder Pal Singh Bhullar ) 5 કલાકમાં મુક્ત કરવામાં આવશે. આ સાથે જ પન્નુએ કેજરીવાલ પર વચન તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. પન્નુએ વધુમાં કહ્યું હતું કે ભુલ્લરને છોડવામાં આવ્યો નથી. પરંતુ પંજાબમાં ભગવંત માનની સરકાર ખાલિસ્તાનીઓની વાત કરનારાઓને રોકી રહી છે.
BIG claim by US based Khalistani Terrorist Gurpatwant Singh Pannun says Aam Aadmi Party took $16 million between 2014-2022 from Khalistans.
Pannun Claims Delhi CM Kejriwal had a meeting with Pro Khalistan groups in Gurdwara Richmond Hills, NY in 2014 where Kejriwal promised to… pic.twitter.com/xzzo2MxsQS
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 25, 2024
કોણ છે આ ભુલ્લર…
આ પછી પન્નુએ આરોપ લગાવ્યો હતો કે ભગવંત માન અને કેજરીવાલે આમ આદમી પાર્ટી માટે ખાલિસ્તાનીઓ પાસેથી મોટી રકમ લીધી હતી. 2014-2022 ની વચ્ચે, ખાલિસ્તાનીઓએ AAP સરકાર બનાવવા માટે $16 મિલિયન (₹133 કરોડ)નું યોગદાન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir Holi: હોળીના રંગોમાં રંગાઈ કાશીનગરી, 500 વર્ષ બાદ અયોધ્યામાં ભક્તોએ કરી ઉત્સાહભેર રંગોના તહેવારની ઉજવણી..
પન્નુએ આગળ આરોપ લગાવ્યો હતો કે, સીએમ અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર સીએમ ભગવંત માન દ્વારા પંજાબમાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખોટા પોલીસ એન્કાઉન્ટરો કરવામાં આવી રહ્યા છે. પન્નુએ કેજરીવાલ સાથે હિસાબ પતાવવાની પણ ધમકી આપી છે. દરમિયાન પન્નુએ ખાલિસ્તાની અમૃતપાલ વિશે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પન્નુ જેની વાત કરી રહ્યો છે તે દેવિન્દર પાલ સિંહ ભુલ્લરએ 1993માં દિલ્હીમાં કારમાં બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરાવ્યો હતો. ભુલ્લરના આતંકવાદી કૃત્યમાં 9 લોકો માર્યા ગયા હતા. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભુલ્લરે યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કર્યો હતો. જેમાં યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ એમએસ બિટ્ટાને પણ ગંભીર ઈજા થઈ હતી. ભુલ્લર હાલ જેલમાં છે. તેને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ બાદમાં આ સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી.
પન્નુના આ આરોપો પર આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. આમ આદમી પાર્ટીએ હજુ સુધી આ આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી. નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. દરમિયાન પન્નુએ તેમની પાર્ટી અને તેમના પર આ ગંભીર આરોપો લગાવ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટી આના પર શું જવાબ આપે છે તે હાલ જોવુ રસપ્રદ રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)