Site icon

Krishna Janmabhoomi:સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- કૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝરની કાર્યવાહી પર મુક્યો પ્રતિબંધ, રેલવેને જારી કરી નોટિસ..

Krishna Janmabhoomi:સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રેલવેને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે 10 દિવસ સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આગામી સપ્તાહે SCમાં આ મામલે સુનાવણી થશે.

Krishna Janmabhoomi: SC orders status quo on demolition drive near Krishna Janmabhoomi in Mathura for 10 days

Krishna Janmabhoomi: SC orders status quo on demolition drive near Krishna Janmabhoomi in Mathura for 10 days

News Continuous Bureau | Mumbai 
Krishna Janmabhoomi: સુપ્રીમ કોર્ટે(Supreme court) મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmabhoomi) નજીક અતિક્રમણ હટાવવા(Demolition) માટે રેલવે(Railway)સત્તાવાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી ડિમોલિશન ઝુંબેશ પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ડિમોલિશન અભિયાન પર યથાસ્થિતિ (status quo) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ એક સપ્તાહ બાદ ડિમોલિશન અને પોસ્ટ કેસ સામેની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે.

કોર્ટનો કાર્યવાહી પર સ્ટે આપવાનો આદેશ

અરજદારે દાવો કર્યો હતો કે જે જમીન પરથી રેલવે દ્વારા અતિક્રમણ હટાવવામાં આવી રહ્યું છે તે જમીન પર લોકો 100 વર્ષથી વધુ સમયથી રહે છે. જેના આધારે કાર્યવાહી અટકાવવા માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રેલવે તરફથી કોઈ હાજર નહોતું. સુપ્રીમ કોર્ટે રેલવેને સાંભળ્યા વિના કાર્યવાહી પર સ્ટે આપવાનો આદેશ આપ્યો હતો અને એક સપ્તાહ પછી સુનાવણી કરવા જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

અરજદારે કોર્ટને કહ્યું કે રેલવે દ્વારા પહેલાથી જ ઘણા બધા અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે. હવે માત્ર 70-80 મકાનો જ બચ્યા છે, તેનું ડિમોલિશન અટકાવવું જોઈએ.

રેલવે તરફથી કોઈ હાજર નહોતું

આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ હડતાલને કારણે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી, આ મામલે અરજદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટને ખબર પડી કે હાઈકોર્ટમાં સુનાવણી શક્ય નથી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલો બુધવારે (16 ઓગસ્ટ) પર સુનાવણી માટે મુક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Jammu & Kashmir: JNUમાં ‘ટુકડે-ટુકડે’ ઘટના બાદ ચર્ચામાં આવેલી શેહલા રાશિદે મોદી સરકારના કર્યા વખાણ…જાણો કાશ્મીર પર શું શું કહ્યું..

રેલવેને આ સુનાવણીની જાણ ન હોવાથી રેલવે તરફથી કોઈ હાજર નહોતું. રેલવેને નોટિસ પાઠવતા સુપ્રીમ કોર્ટે ડિમોલિશનની પ્રક્રિયા પર 10 દિવસ માટે રોક લગાવી હતી અને રેલવેને નોટિસ પાઠવી હતી.

રેલવેએ જમીન ખાલી કરવાની કરી હતી અપીલ

રેલ્વેએ મથુરા-વૃંદાવન રેલ્વે લાઇનની બાજુમાં રેલ્વેની જમીન પર કથિત રીતે રહેતા લોકોને જમીન ખાલી કરવા કહ્યું હતું. એટલું જ નહીં, રેલવે દ્વારા કેટલાક ગેરકાયદે અતિક્રમણની પણ ઓળખ કરવામાં આવી હતી. જોકે, અહીં રહેતા લોકો આ માટે તૈયાર ન હતા. તેમનું કહેવું છે કે તેઓ અહીં વર્ષોથી રહે છે. જ્યારે રેલ્વેએ મથુરા-વૃંદાવન બ્રોડગેજના કામને વેગ આપ્યો, ત્યારે તેણે નાઈ બસ્તીમાં પણ અતિક્રમણ સામે કાર્યવાહી શરૂ કરી.

ગયા અઠવાડિયે રેલવે અને વહીવટીતંત્રની ટીમે કેટલાક ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા. આ પછી બાકીના લોકોએ જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે સમય માંગ્યો હતો. રેલવે દ્વારા ત્રણ દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બીજી તરફ રેલવેએ સોમવારે ફરી બુલડોઝર ચાલુ કર્યું હતું.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version