News Continuous Bureau | Mumbai
Kuwait Fire: ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કોચી પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. અહીં એરપોર્ટ પર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. લગભગ 35 એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો અહીં પાર્થિવ દેહ માટે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટના નેદુમ્બેસરી સ્થિત ટર્મિનલની બહાર કતારમાં ઊભા હતા અને તેમના પરિવારના સભ્યો પણ નજીકમાં ભીની આંખો સાથે રાહ જોઈ રહ્યા હતા.
Kuwait Fire: પરિજનોનું હૈયાફાટ રુદન
Heart wrenching visuals as the mortal remains of Indian workers who lost their lives in the tragic Kuwait fire tragedy arrived at the Cochin international airport.
Kerala Government ministers, opposition leaders and MPs were also present.#Kuwait #Kochi #kuwaitfire… pic.twitter.com/3desAJQsvk
— इंदु (@Congress_Indira) June 14, 2024
Kuwait Fire: પાર્થિવ દેહ મોટાભાગના કેરળના
મહત્વનું છે કે અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન સાંજે 4 વાગ્યાની આસપાસ પાટનગર દિલ્હી પહોંચશે. જ્યાંથી અન્ય પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે. મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન સૌપ્રથમ કોચીમાં લેન્ડ થયું હતું.
Kuwait Fire: વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા
કુવૈતમાં અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેમણે 5 હોસ્પિટલોની મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી છે. કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: NEET UG Exam 2024 : NEET પરીક્ષા કેસમાં CBIની એન્ટ્રી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસને લઈને આપ્યો આ જવાબ..
જણાવી દઈએ કે કુવૈતના મંગાફ શહેરમાં 12 જૂને એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં કુલ 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, અગાઉ મૃતકો નેપાળ, પાકિસ્તાન અને ઇજિપ્તના નાગરિકો હોવાનું પણ કહેવાતું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)