News Continuous Bureau | Mumbai
આપણા દેશ(India)માં સમાન નાગરિક સંહિતા(Uniform Civil Code)ને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકાર (Central govt)આ કાનૂન દેશમાં લાગુ કરી શકે છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આખા દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાનો હાલ કોઈ વિચાર નથી, પરંતુ રાજ્ય સરકારો આવો કાયદો લાવવા માટે સ્વતંત્ર છે.
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર વતી કાયદા પ્રધાન કિરેન રિજિજુ(Law Minister Kiren Rijiju)એ શુક્રવારે સંસદ(Parliament)માં એક પ્રશ્નનો જવાબ આપતાં સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર હાલમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવા પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે તેનું એક કારણ એ છે કે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આ અંગે ઘણા કેસ પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ ઉપરાંત કાયદા મંત્રીએ એ પણ જણાવ્યું કે બંધારણ મુજબ રાજ્ય સરકારો(State govt)ને તેમના વતી તેમના રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કાયદા પંચે પારિવારિક કાયદામાં સુધારાને લઈને તેની વેબસાઈટ પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ કાયદો યુનિફોર્મ સિવિલ કોડને લગતા મોટાભાગના મુદ્દાઓને આવરી લે છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ
કેન્દ્ર સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તરાખંડ સરકાર(Uttarakhand govt) રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર ઝડપથી કામ કરી રહી છે. ૧૪ જુલાઈના રોજ, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ૧૨ ફેબ્રુઆરીએ, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે સરકારની રચના થતાં જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી થી ભાજપ સત્તામાં પરત ફર્યા બાદ ફરીથી મુખ્ય પ્રધાન બનેલા ધામીએ રાજ્યની પ્રથમ બેઠકમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા નિષ્ણાત સમિતિની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.