News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharahtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે શિવસેના ઉપર અધિકાર મેળવવાની બાબત નવું સ્વરૂપ લેતી જોવા મળી રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ(EC) દ્વારા બન્ને જૂથોને શિવસેના ઉપર પોતાનો દાવો સાબિત કરવાના આદેશના અનુસંધાને સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરી છે.
તેમણે એકનાથ શિંદે દ્વારા 'અસલી' શિવસેના તરીકે માન્યતા પ્રાપ્તિ માટેની અરજી ઉપર ચૂંટણી પંચની કાર્યવાહી ઉપર રોક લગાવવાની માંગણી કરી છે.
ઠાકરે જૂથના શિવસેના મહાસચિવ સુભાષ દેસાઈએ અરજી દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે બન્ને જૂથોને પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધના કારણોની વિગતોને લેખિતમાં આપવાનું કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત