News Continuous Bureau | Mumbai
Lok Sabha election result : દેશમાં ફરી એકવાર કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. આ વખતે લોકસભા ચૂંટણી ( Loksabha election 2024 ) માં ભાજપને બહુમતી મળી નથી અને પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યા નથી. જેના કારણે સત્તાધારી પક્ષ ભાજપ નિશાના પર આવી ગયું છે. મોહન ભાગવત બાદ હવે આરએસએસ નેતા (RSS Leader ) ઈન્દ્રેશ કુમારે ચૂંટણીમાં બહુમતીથી દૂર રહેલી ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને ‘અહંકારી‘ અને વિપક્ષ ઈન્ડિયા બ્લોકને ‘રામ વિરોધી’ ગણાવ્યા છે.
Lok Sabha election result : પાર્ટી અને વિપક્ષનું નામ લીધા વગર નિશાન
ઈન્દ્રેશ કુમારે કહ્યું, રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણી ( Loksabha election 2024 ) ને જ જોઈ લો. જેમણે ભગવાન રામની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર આવી ગયો. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી તો બનાવી પરંતુ તેને જે પૂર્ણ હક મળવો જઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને અહંકારના કારણે રોકી દીધી. ઈન્દ્રેશ કુમારે ( Indresh Kumar ) વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને કોઈ સત્તા આપવામાં આવી નથી. તેમાંથી કોઈને સત્તા આપી નથી. સાથે મળીને પણ તેઓ નંબર-1 બન્યા નથી.નંબર 2 પર રહી ગયા. આથી પ્રભુનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે. ખૂબ આનંદદાયક છે.
Lok Sabha election result : જુઓ વિડીયો
Senior ideologue of the RSS says those who were arrogant were stopped at 241, taking on the BJP
Indresh Kumar below pic.twitter.com/uudyhktHUd
— Sneha Mordani (@snehamordani) June 14, 2024
Lok Sabha election result : ચૂંટણી પરિણામો તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે
વાસ્તવમાં, જયપુર નજીક કનોટામાં ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન’ સમારોહમાં, આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્યએ પક્ષોનું નામ લીધા વિના કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. ભાજપનો ઉલ્લેખ કરતાં ઈન્દ્રેશે કહ્યું, જે પાર્ટી (ભગવાન રામ પ્રત્યે) ભક્તિ ધરાવતી હતી પરંતુ અહંકારી બની ગઈ હતી, તેને 241 પર રોકી દેવામાં આવી હતી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Adani Group: અદાણી ગ્રૂપ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, ઉધોગપતિએ અધધ આટલા કરોડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો; જાણો શું લક્ષ્ય..
ઈન્દ્રેશ કુમાર, દેખીતી રીતે ઈન્ડિયા બ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું, જેને રામમાં કોઈ વિશ્વાસ ન હતો, તેને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. લોકશાહીમાં રામ રાજ્યનું બંધારણ જુઓ, જે લોકો રામની પૂજા કરતા હતા પણ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા, તે પક્ષ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ તેમને જે મત અને સત્તા મળવા જોઈતી હતી, તે તેમના ઘમંડના કારણે મળી નહીં.