News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) ધરપકડને લઈને વિપક્ષી ગઠબંધન INDIA હવે એક થઈ ગયું છે. 31 માર્ચ, 2024ના રોજ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં રામલીલા મેદાન ખાતે INDIA એલાયન્સના નેતાઓ દ્વારા એક મેગા રેલીનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા વિપક્ષો ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર સામે એકતા દર્શાવવા માંગશે.
INDIA ગઠબંધનના ( INDIA coalition ) નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે…
આ અંગે આજે INDIA ગઠબંધનના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, દિલ્હીના પ્રધાન ગોપાલ રાયે આરોપ લગાવ્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સરમુખત્યાર તરીકે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે આ જ કારણે અમે 31 માર્ચે સવારે 10 વાગ્યે રામલીલા મેદાનમાં મહારેલીનું ( mega rally ) આયોજન કરવા જઈ રહ્યા છે. જે લોકો બંધારણને ચાહે છે તેઓ આ સરમુખત્યારશાહીને નફરત કરશે. તેમજ દેશના પીએમ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. હાલ સમગ્ર વિપક્ષને ખતમ કરીને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે.
Important Press Conference by INDIA Alliance leaders on Delhi CM @ArvindKejriwal arrest | LIVE https://t.co/k1eu9dsqAa
— AAP (@AamAadmiParty) March 24, 2024
આ સમાચાર પણ વાંચો : Holi Festival 2024 : મુંબઈમાં આ વર્ષે રંગપંચમી માટે બજારમાં મોટુ પતલુ, બાર્બી, સ્પાઈડરમેનની પિચકારી આવી..
ગોપાલ રાયે વધુમાં દાવો કર્યો હતો કે, INDIA ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. તો AAPના કાર્યાલયને હવે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને તેની પાર્ટીના કાર્યકરો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીનું બેંક ખાતું પણ ફ્રીજ કરી દેવામાં આવ્યું છે અને આ કારણે કોંગ્રેસ પ્રચાર કરી શકી નથી. તો હવે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે તો આ લોકો કંઈ પણ કરી શકે છે. તેથી હવે આ મહારેલી દ્વારા અમે સરકારના આ વલણને પડકારશું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)