News Continuous Bureau | Mumbai
Congress: ગુજરાતમાં સુરતના કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ નિલેશ કુંભાણીનું નામાંકન રદ થયું છે. જ્યારે ચૂંટણી અધિકારી સામે પ્રસ્તાવકને રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ નિલેશ કુંભાણી પ્રસ્તાવકને લઈને પહોંચી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.
Congress: ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ફોર્મ પર વાંધો લીધો હતો.
ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણીના ફોર્મ અને તેના ત્રણ પ્રસ્તાવક પર વાંધો લીધો હતો. જેને પગલે કલેક્ટર ઓફિસમાં સુનાવણી રાખવામાં આવી હતી. જોકે આ સુનાવણી દરમિયાન પ્રસ્તાવક પહોંચી શક્યો નહીં.
Congress: હવે આરોપ અને પ્રત્યારોપ શરૂ થયો.
કોંગ્રેસ પાર્ટીના નેતા અને એડવોકેટ બાબુ મંગુકીયાએ કહ્યું છે કે સરકારનું દબાવ તંત્ર ચાલુ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારા ત્રણ પ્રસ્તાવકોનું અપહરણ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવકોની સિગ્નેચરને મુદ્દો બનાવીને ફોર્મ રદ કરવું એ ગેરકાયદેસર છે અને તેથી અમે કોર્ટનો સહારો લેશું.