News Continuous Bureau | Mumbai
Maharashtra News Continuous Research report :મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. અહીં લોકસભાની 48 બેઠકો માટે મુખ્ય મુકાબલો મહાયુતિ (ભાજપ, શિવસેના, એનસીપી) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી, એસસીપી, શિવસેના-યુબીટી) વચ્ચે છે. આ સિવાય વંચિત બહુજન અઘાડી અને AIMIM પણ મેદાનમાં છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ દરેક 4 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે મતગણતરી થશે. એ પહેલા 1 જૂનના રોજ સાંજે 5 વાગ્યે ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ રજૂ થવાનો છે
મહત્વનું છે કે મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડીથી કોને ફાયદો થશે તે તો 4 જૂને જ ખબર પડશે. જો કે એ પહેલા આજે 1 જૂનના સાંજે 5 વાગ્યે ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ રજૂ થશે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો:આજથી શરૂ થશે દેશમાં એક્ઝિટ પોલ, જાણો 88 વર્ષ પહેલા દુનિયાના કયા દેશમાંથી શરૂ થયો હતો આ પોલ અને ભારતમાં તેની શરુવાત કયારથી થઈ.. જાણો વિગતે..
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં સૌથી વધુ 63.71 ટકા અને બીજા તબક્કામાં 62.71 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ફરી મતદાનની ટકાવારી વધી અને 63.55 ટકા મતદાન થયું. તો ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી ઘટીને 59.64 ટકા થઈ ગઈ છે. જોકે, છેલ્લા તબક્કામાં આ ટકાવારી વધુ ઘટી હતી અને પાંચમા તબક્કામાં સૌથી ઓછું 54.33 ટકા મતદાન થયું હતું. દેશમાં 5માં તબક્કામાં સરેરાશ 60.39 ટકા મતદાન થયું છે. આમ, મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં કુલ 60.78 ટકા મતદાન થયું છે