News Continuous Bureau | Mumbai
Loksabha election 2024 : કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election commission ) દ્વારા શનિવારે લોકસભા ચૂંટણી ( Loksabha election ) ની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ચૂંટણીપંચે 18 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે એવા 18 નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે અપાત્ર ઠેરવ્યા છે. જેમણે ચૂંટણી ખર્ચની વિગતો સબમિટ કરી ન હતી.
જોકે અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે. તેઓ 2019માં મુંબઈ સહિત રાજ્યની વિવિધ બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
18 નેતાઓ આગામી 2 વર્ષ માટે અપાત્ર
મહત્વનું છે કે દેશની સામાન્ય ચૂંટણીમાં ઊભા રહીને દરેક ઉમેદવારે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં જિલ્લા ચૂંટણી સત્તામંડળ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી પંચને રોજેરોજ ખર્ચની વિગતો મોકલવાનો સમાવેશ થાય છે. જેમાં ઉમેદવારે કરેલા ખર્ચના લેખિત પુરાવાઓ અને રસીદો સોગંદનામા દ્વારા રજૂ કરવાના હોય છે. જો કે, મહારાષ્ટ્રમાં ઘણા ઉમેદવારોએ તેમની બેલેન્સ શીટ કેન્દ્રીય ચૂંટણી પંચને જમા કરાવી નહોતી. તેથી, ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરીને 18 નેતાઓને આગામી 2 વર્ષ માટે અપાત્ર ઠેરવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આચારસંહિત લાગતા જ દિવાલો પરના પાર્ટી ચિન્હો હટાવવાની ચેતવણી, નહીં તો કેસ નોંધાશે.. આ ચૂંટણી અધિકારીએ આપ્યું મોટુ નિવેદન.. જાણો વિગતે..
અપાત્ર ઉમેદવારોની યાદી…
- મોહમ્મદ મહેમૂદ સૈયદ શાહ: મુંબઈ ઉત્તર-મધ્ય વિધાનસભા મતવિસ્તાર
- ગાયકવાડ દિનકર ધરોજી: જીન્તુર વિધાનસભા મતવિસ્તાર, પરભણી
- ઉમેશ કુમાર મુલચંદ સરોટે: આમગાંવ વિધાનસભા મતવિસ્તાર, ગોંદિયા
- દીપક ચંદ્રભાન ગાડે: અંબરનાથ વિધાનસભા મતવિસ્તાર, થાણે
- નરેન્દ્ર ધર્મ પાટીલ (સાલુંખે): સિંદખેડા વિધાનસભા મતવિસ્તાર, ધુલે
- મુદસરુદ્દીન અલીમુદ્દીન: નાંદેડ દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
- પાંડુરંગ તોલાબા વાન્નેઃ લોહા વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
- ગોવિંદા અંબર બોરાડે : નંદગાંવ વિધાનસભા મતવિસ્તાર, નાસિક
- અવદ મહેશ ઝુંઝાર: નાસિક પૂર્વ વિધાનસભા મતવિસ્તાર, નાસિક
- હબીબુર રહેમાન ખાન: ભિવંડી પૂર્વ વિધાનસભા મતવિસ્તાર, થાણે
- મહેન્દ્ર રાજેન્દ્ર બોરાડે : બીડ વિધાનસભા મતવિસ્તાર, બીડ
- વિશાલ દત્તા શિંદે: કિનવાટ વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
- ઈમરાન બશર: નાંદેડ ઉત્તર વિધાનસભા મતવિસ્તાર, નાંદેડ
- મોહમ્મદ સિરાજ મોહમ્મદ ઈકબાલ: માનખુર્દ શિવાજી નગર વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
- સુમિત પાંડુરંગ બારસ્કર: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
- બ્રિજેશ સુરેન્દ્રનાથ તિવારી: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ
- મોહમ્મદ ઈમરાન કુરેશી: ચાંદીવલી વિધાનસભા મતવિસ્તાર, મુંબઈ