ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ ઇમારત બ્રિટનની રાજધાની લંડનમાં વેંચાવા જઈ રહી છે. મહારાજા રણજીત સિંહના પુત્ર દલીપ સિંહના પુત્ર પ્રિન્સ વિક્ટર આલ્બર્ટએ આ મહેલ વેચાણ માટે કાઢ્યો છે. જેનો સોદો £ 15.5 મિલિયન (લગભગ 150 કરોડ) માં થયો છે.
દલીપ સિંહ, શીખ સામ્રાજ્યના અંતિમ મહારાજા હતા, તેમની સલ્તનતમાં લાહોર સહિતના પાકિસ્તાનનો મોટો વિસ્તાર શામેલ હતો. 19 મી સદીમાં તેમનું સામ્રાજ્ય બ્રિટીશ કોલોની બન્યું ત્યારે તે ઇંગ્લેન્ડ જતાં રહયાં હતાં. તે જ સમયે, 1866 માં પ્રિન્સ વિક્ટરનો જન્મ ક્વીન બાબા મ્યુલરના ખોળે થયો હતો. જ્યારે પ્રિન્સ વિક્ટર મોટા થયાં, ત્યારે તેમણે બ્રિટિશ શાહી પરિવારના નવમા અર્લની કોવેન્ટ્રીની પુત્રી સીની કવેન્ટ્રી સાથે લગ્ન કર્યા હતાં. આ સાથે જ રાજકુમાર બ્રિટીશ રાજવી પરિવારના સભ્ય ગણાવા લાગ્યાં. તે પછી જ તેમને દક્ષિણ-પશ્ચિમ કેન્સિંગ્ટન વિસ્તારના ધ લીટલ બોલ્ટન ક્ષેત્રની આ હવેલી વારસામાં મળી હતી. નોંધનીય છે કે આ મેન્ટેશન કેટલાક સમય માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સંપત્તિ પણ રહી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાજા દલીપ સિંહને 1849 માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ પંજાબમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને વનવાસ દરમિયાન લંડન મોકલવામાં આવ્યા હતા. પ્રિન્સ વિક્ટર આલ્બર્ટ, મહારાણી બાંબા મૂલરના સૌથી મોટા દીકરા હતા અને એક પુત્રી સોફિયા દલીપ સિંહ પણ હતી, જે બ્રિટીશ ઇતિહાસમાં મજબુત મહિલા અધિકારી તરીકે પ્રખ્યાત થઈ હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com