Mahadev Booking APP Case: સટ્ટાબાજી સામે સરકારનું આકરુ વલણ, મહાદેવ બૂક સહિત 22 ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવાનો આદેશ.. જાણો વિગતે અહીં..

Mahadev Booking APP Case: કેન્દ્ર સરકારે, આજે રવિવારે એક મહત્વના પગલાં તરીકે, મહાદેવ બુક અને સહિત કુલ 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે…

by Bipin Mewada
Mahadev Booking APP Case Govt's tough stance against betting, order to block 22 online betting apps including Mahadev book.. Know details here..

News Continuous Bureau | Mumbai

Mahadev Booking APP Case: કેન્દ્ર સરકારે, આજે રવિવારે એક મહત્વના પગલાં તરીકે, મહાદેવ બુક એપ (Mahadev Book App) સહિત કુલ 22 ગેરકાયદેસર સટ્ટાબાજી (Illegal Batting App) ની એપ અને વેબસાઇટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કરાયેલ કાર્યવાહી, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) દ્વારા ગેરકાયદે સટ્ટાબાજી એપ સિન્ડિકેટ વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અને દરોડા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટે, તેની તપાસમાં આ એપ્સોના સંચાલનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.

 

મહાદેવ બુક એપના માલિક હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની કસ્ટડીમાં છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મહાદેવ એપ બુકના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી બાબતના રાજ્યકત્રાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે, આક્ષેપ કર્યો હતો કે, છત્તીસગઢ સરકાર પાસે આ પ્લેટફોર્મને બ્લોક કરવાની સત્તા હોવા છતાં કેન્દ્ર સરકારને મહાદેવ બુક એપ્સ બ્લોક કરવા માટે સત્તાવાર કોઈ વિનંતી મોકલી નથી.

છત્તીસગઢમાં ચૂંટણી માટે દુબઈથી કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા…

મહાદેવ બેટિંગ એપ અંગે તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે શુક્રવારે કહ્યું હતું કે, છત્તીસગઢમાં ચૂંટણી (Chhattisgarh Election) માટે દુબઈ (Dubai) થી કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એમ પણ કહ્યું કે દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસે (Asim Das) ખુલાસો કર્યો છે કે, મહાદેવ બેટિંગ એપના પ્રમોટરે દુબઈથી છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને કરોડો રૂપિયા મોકલ્યા હતા.

એન્ફોર્સમેન્ડટ ડિરેક્ટોરેટે પોતાની તપાસને ટાંકીને કહ્યું કે, મહાદેવ એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) ને આશરે 508 કરોડ રૂપિયા આપ્યા છે. આ કેસમાં EDએ છત્તીસગઢ પોલીસના કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરી છે. ભીમ યાદવ છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વાર દુબઈની મુલાકાતે ગયો હતો. ભીમ યાદવ એવી વ્યક્તિ છે કે જેના દ્વારા બિનહિસાબી રૂપિયા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ સુધી પહોચાડાય છે.

આ સમાચાર પણ વાંચો :  Dandruff removal : ખોડાની સમસ્યામાં રામબાણ ઈલાજ છે આ નુસખા, જલદી જ રિઝલ્ટ મળશે અને વાળનું ખરવાનું પણ થશે ઓછું.

 

You Might Be Interested In

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More