ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
મહાત્મા ગાંધીની વિચારધારા અને તેમના આદર્શોનું સન્માન કરતા વિશ્વભરમાં કરોડો ચાહકો છે. બાપુની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેમના ચશ્માની હરાજી રૂ .2.55 કરોડમાં થઈ હતી. બ્રિટનના બ્રિસ્ટોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચશ્માની હરાજી કરવામાં આવી હતી. જયાં એક અમેરિકન કલેક્ટરે 2.55 કરોડમાં ખરીદ્યા હતા. આ હરાજી પૂર્વ બ્રિસ્ટોલ ઓકશન એજન્સી દ્વારા કરવામાં આવી છે.
એવું કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કામ કરતા હતા ત્યારે તેમના કાકાએ તેમને ભેટ આપ્યા હતા અને ગાંધીજી એ આ ચશ્મા ઈંગ્લેન્ડની વ્યક્તિ ને આપ્યાં હતાં. આ સમયગાળો 1910 અને 1930 ની વચ્ચેનો હતો. હરાજી એજન્સી ના જણાવ્યા અનુસાર, ચશ્માની હરાજી પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે અંદાજે 14 લાખ રૂપિયાથી વધુમાં વેચાય. પરંતુ બિડિંગ દરમિયાન, અમેરિકને ચશ્માની હરાજીની બોલી બે કરોડથી ઉપર લગાવી હતી.
એક અહેવાલ મુજબ, હરાજી કંપનીએ કહ્યું હતું કે "કોઇ આ ચશ્મા લેટરબોક્સમાં મૂકી ગયું હતું. પરબિડીયામાં ચશ્મા સાથે લખવામાં આવ્યું હતું કે જો ચશ્મા ના વેચાય તો યોગ્ય નિકાલ કરી દેશો." મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વમાં અહિંસા, પ્રેમ, કરુણા અને દયાના રૂપમાં માનવતાની પ્રેરણા છે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા સહિત ઘણા મોટા દેશોમાં મહાત્મા ગાંધીના કરોડો ચાહકો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com