News Continuous Bureau | Mumbai
ભારત આજે આઝાદીના(Independence) 75 વર્ષ પૂરા ઉલ્હાસ સાથે ઉજવી રહ્યું છે, આખો દેશઆ સ્વતંત્રતા(Independence day)ના રંગમાં રંગાઈ ગયો છે. ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે. કાશ્મીર(Kashmir)થી લઈને કન્યાકુમારી(Kanyakumari) સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’ (Har Ghar Tiranga Abhiyan) પુરજોશમાં ચાલી રહ્યું છે. આઝાદીના આ મહાન પર્વમાં દરેક દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ભારત સરકાર(Indian Govt) દ્વારા ચલાવવામાં આવી રહેલી આ પહેલ અંગે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના(Gujarat) એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં(tricolor theme) રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો છે.
#WATCH | Delhi: A youth from Gujarat spent Rs 2 lakhs to revamp his car on the theme of #HarGharTiranga
“To make people aware of the campaign, I drove from Surat (Gujarat) to Delhi in my car in 2 days… we want to meet PM Modi & HM Amit Shah," said Sidharth Doshi pic.twitter.com/yC34603HaY
— ANI (@ANI) August 14, 2022
મીડિયા રિપોર્ટ મુજબ આ યુવકનું નામ સિદ્ધાર્થ દોશી(Siddharth Doshi) જણાવવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના સુરતનો(Surat) રહેવાસી છે. ગુજરાતથી દિલ્હી આવેલા સિદ્ધાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને(PM Narendra Modi and Home Minister Amit Shah) મળવા માંગે છે. આ માટે તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી(patriotic car) દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો
નોંધનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) કાર્યક્રમ અંતર્ગત દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ મોદી સરકારે દેશવાસીઓને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું હતું.