ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
વિશ્વની અગ્રણી અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું છે કે પૃથ્વીના રક્ષણાત્મક સ્તરને જોખમ છે અને જેને કારણે આ સ્તરનો મોટા ભાગ નબળો પડી ગયો છે, અને આ ભાગમાં મોટો ખાડો પડી ગયો છે. આ ઘટનાને સાઉથ એટલાન્ટિક એનોમેલી (SAA) કહેવામાં આવે છે અને નાસાએ કહ્યું કે તે બે ભાગમાં વિભાજીત થઈ રહ્યો છે અને સમય જતા તે વધુ વ્યાપક થઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકા અને સધર્ન એટલાન્ટિક મહાસાગર ઉપરના સ્થાનને આધારે SAA નામ આપવામાં આવ્યું છે.
નાસાના જણાવ્યા અનુસાર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દક્ષિણ એટલાન્ટિક એનોમેલી નામનું નબળું સ્થળ છે, જેનું સ્થાન દક્ષિણ અમેરિકા અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં ક્યાંક આવેલુ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આ નાનું પણ વિકસતું ખંડ ઉપગ્રહો માટે મોટા માથાનો દુખાવો બની શકે છે.
બદલાતા દક્ષિણ એટલાન્ટિક એનોમેલી સંશોધકોને પૃથ્વીના મૂળને સમજવાની નવી તકો પ્રદાન કરી રહ્યું છે, અને તેની ગતિશીલતા પૃથ્વીની સિસ્ટમના અન્ય પાસાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે. એ જાણવાનો પ્રયત્ન સંશોધકો કરી રહયા છે. બની શકે કે ભવિષ્યના પડકારો પર નજર રાખવા માટે, યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસા જેવી અવકાશ એજન્સીઓ ચુંબકીય ક્ષેત્રના નબળાઇ પર ધ્યાન રાખી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com