News Continuous Bureau | Mumbai
Massive fire broke out in Mathura: દિવાળીના પહેલા જ દિવસે દેશભરમાં અનેક સ્થળોએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન લક્ષ્મી પૂજન અને નરક ચતુર્દશી હોવાથી આ દિવસોમાં આગની મોટી ઘટનાઓ બની હતી. જેના કારણે ફાયરના જવાનો ખૂબ થાકી ગયા હતા. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં જોવા મળ્યું હતું. મથુરા શહેરના ગોપાલબાગમાં એક ફટાકડાની દુકાનમાં અચાનક રોકેટ ઘુસી ગયું હતું જેના કારણે 26 દુકાનોમાં આગ લાગી હતી..
આગ લાગતાની સાથે જ બજારમાં ખરીદી કરવા આવેલા લોકો દોડી આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે એક પછી એક રોકેટ, સૂતળી, બોમ્બ વિસ્ફોટ થતાં 12 લોકો દાઝ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
#WATCH | Uttar Pradesh | A massive fire broke out at a firecracker market in Gopal Bag, Mathura earlier today; injuries reported. pic.twitter.com/x6v2EEFwZ2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 12, 2023
ઘાયલો પૈકી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ દ્વારા 2 કલાકની અથાક જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે અહીં ગોપાલબાગ ખાતેનું આખું ફટાકડા બજાર બળીને ખાખ થઈ ગયું છે. જેના કારણે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
26 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, દિવાળીના અવસર પર મથુરા શહેરના ઘણા લોકો ગોપાલબાગના ફટાકડા માર્કેટમાં ખરીદી માટે આવ્યા હતા. ઘટના બની ત્યારે ફટાકડા બજારમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લક્ષ્મી પૂજા બાદ આ વિસ્તારના કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેથી માર્કેટમાં ફટાકડાના સ્ટોલમાં અચાનક રોકેટ ઘુસી ગયું હતું.
VIDEO | Fire breaks out at a market in Mathura, Uttar Pradesh. More details awaited. pic.twitter.com/KNVqtRg8IG
— Press Trust of India (@PTI_News) November 12, 2023
જેના કારણે દુકાનમાં મોટી આગ ફાટી નીકળી હતી. આગમાં 26 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સાતેય દુકાનોમાં વેચાણ માટેના ફટાકડા એક પછી એક ફૂટ્તા રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગમાં 12 લોકો દાઝ્યા છે. આ ઘટનાનો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ISIS Terrorist Arrested: યુપી ATSની મોટી સફળતા, ISIS સાથે જોડાયેલા ચાર આતંકીની ધરપકડ.. . જાણો વિગતે..