ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 મે 2020
16 મજુરોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર હવે સફાળી જાગી છે. ગૃહ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખી જાણ કરવામાં આવી છે કે "એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી જતા લોકોને રસ્તા પર ચાલવાની કે રેલવે ટ્રેકના પાટે પાટે ચાલી જતા લોકોને રોકવામાં આવે, કરણ કે આમ ચાલીને જવાથી તેઓના જીવને જોખમ છે". પાછલા થોડા દિવસોથી જોવા મળ્યું છે કે ટ્રેનની, બસની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર પાસે વધુ ટ્રેનોની માંગ ન થવાથી મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી ગયા છે. કેન્દ્ર દ્વારા કહેવાયું છે કે આવા લોકોને નજીકમાં બનેલા શૅલ્ટર હોમમાં લઈ જાઈ તેઓના રહેવાની અને ખોરાક, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં સુધી બસ કે ટ્રેન તેઓના ગામ સુધી જતી નહીં મળે, એનો બંદોબસ્ત ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેઓને રોકી રાખે એવી પણ કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે..