Shiksha Saptah: શિક્ષણ મંત્રાલય એક સપ્તાહ સુધી ચાલનારા અભિયાન “શિક્ષા સપ્તાહ”ની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે

Shiksha Saptah: રાષ્ટ્રવ્યાપી શાળાઓ "વિદ્યાંજલિ અને તિથિ ભોજન દ્વારા સમુદાયની ભાગીદારી" સાથે "શિક્ષા સપ્તાહ"નો 7મો દિવસ ઉજવ્યો

Ministry of Education is celebrating the fourth anniversary of the National Education Policy 2020 with a week-long campaign “Shiksha Saptah”.

News Continuous Bureau | Mumbai

Shiksha Saptah: શિક્ષણ મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ( National Education Policy 2020 ) 4મી વર્ષગાંઠની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલનારા  અભિયાન “શિક્ષા સપ્તાહ” સાથે કરી રહ્યું છે. 7મા દિવસે, દેશભરની શાળાઓ વિદ્યાંજલિ અને તિથિ ભોજન પહેલ દ્વારા શિક્ષણમાં સમુદાયની ભાગીદારી પર ભાર મૂકે છે. 

Join Our WhatsApp Community

શિક્ષણ મંત્રાલયના ( Education Ministry ) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા સંચાલિત સ્કૂલ સ્વયંસેવક વ્યવસ્થાપન કાર્યક્રમ વિદ્યાંજલિનો શુભારંભ 7મી સપ્ટેમ્બર 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં સમુદાય, કોર્પોરેટ સામાજિક જવાબદારી ( CSR ) અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીના માધ્યમથી સ્કૂલોને મજબૂત કરવા અને શિક્ષણની ( School Education )  ગુણવત્તામાં સુધારો કરવાનો છે.

Ministry of Education is celebrating the fourth anniversary of the National Education Policy 2020 with a week-long campaign “Shiksha Saptah”.

Ministry of Education is celebrating the fourth anniversary of the National Education Policy 2020 with a week-long campaign “Shiksha Saptah”.

ઝુંબેશના ભાગ રૂપે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે શાળાઓ માટે સૂચિત પ્રવૃત્તિઓની સૂચિ પ્રદાન કરી છે. શાળાઓ વિદ્યાંજલિ પોર્ટલ ( Vidyanjali Portal ) પર પોતાની જાતને ઓનબોર્ડ કરવા અને ટેકો આપવા માટે સ્થાનિક સ્વયંસેવકોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેઓ શાળાઓમાં “વૉલ ઑફ ફેમ/નોટિસ બોર્ડ” પર સક્રિય સ્વયંસેવકોના નામ પણ દર્શાવશે. વધુમાં, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ સ્વયંસેવકોને કૃતજ્ઞતા પત્રો લખશે.

આ સમાચાર પણ વાંચો: Black Salt Rice: વિદેશમાં કાળા મીઠાના ચોખાની માંગમાં સતત વધારો, છેલ્લા ત્રણ વર્ષમાં નિકાસમાં થયો આટલો વધારો..

રેલી, શેરી નાટકો, પોસ્ટર મેકિંગ અને સ્વયંસેવક પ્રવૃત્તિઓ વિશે ચાર્ટ મેકિંગ જેવી સામુદાયિક જાગૃતિ પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે. અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય- અને જિલ્લા-સ્તરના અધિકારીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ પ્રયાસો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના શિક્ષણમાં સમુદાયની ભાગીદારી વધારવાના લક્ષ્ય સાથે સુસંગત છે.

આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાંજલિ પોર્ટલ (https://vidyanjali.education.gov.in/) દ્વારા શાળાઓ, સ્વયંસેવકો અને સમુદાયને એકસાથે લાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક મજબૂત સહાયક પ્રણાલીનું નિર્માણ કરવાનો, વધુ સારું શીખવાનું વાતાવરણ ઊભું કરવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Farooq Abdullah Attack: જાણો કોણ છે આરોપી કમલ સિંહ? પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલો કરનાર વ્યક્તિ ના ભૂતકાળ અને હેતુ વિશે થયો મોટો ખુલાસો
Exit mobile version