News Continuous Bureau | Mumbai
Khel Utsav 2024: મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ( Ministry of Youth Affairs and Sports ) રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણીના અનુસંધાનમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે 27મી ઓગસ્ટ, 2024થી 30મી ઓગસ્ટ, 2024 દરમિયાન મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં “ખેલ ઉત્સવ 2024”નું આયોજન કર્યું હતું.

Ministry of Information and Broadcasting organized Khel Utsav 2024 to mark the birth anniversary of hockey legend Major Dhyan Chand.
પોતાની પ્રથમ આવૃત્તિમાં ( National Sports Day 2024 ) મંત્રાલયે ચાર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ક્રિકેટ, હોકી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસનું આયોજન કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે મંત્રાલયના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. મંત્રાલય ખેલ ઉત્સવની આગામી આવૃત્તિઓમાં વધુ રમતોનો સમાવેશ કરવા માગે છે.

Ministry of Information and Broadcasting organized Khel Utsav 2024 to mark the birth anniversary of hockey legend Major Dhyan Chand.
આ સમાચાર પણ વાંચો: Swachh Bharat Mission: PM મોદીએ શેર કર્યો નવજાત અને બાળ મૃત્યુદર ઘટાડવામાં આ મિશનની અસરને પ્રકાશિત કરતો વૈજ્ઞાનિક અહેવાલ
મેજર ધ્યાનચંદ ( Major Dhyan Chand ) ટ્રોફીનો વિતરણ સમારંભ 4 સપ્ટેમ્બર, 2024ના રોજ પીઆઈબી કોન્ફરન્સ હોલ, શાસ્ત્રી ભવન ખાતે આયોજિત કરાયો. ટ્રોફી વિતરણ સમારોહને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી. સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

Ministry of Information and Broadcasting organized Khel Utsav 2024 to mark the birth anniversary of hockey legend Major Dhyan Chand.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.