ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
ક્રિકેટર માંથી ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં ત્યારે ત્યાંની જનતાને તેમની પાસેથી ખૂબ અપેક્ષાઓ હતી. પરંતુ હવે પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. અહીં ઘણાં સમયથી રાજકીય અસ્થિરતા છે. ઇમરાન સરકારના વિરોધી પક્ષો છડેચોક પોતાની શક્તિ બતાવી રહ્યાં છે. મીડિયા અહેવાલો ની માનીએ તો પાકિસ્તાનમાં જનતા એક એક દાણા માટે ત્રસ્ત છે. ખાદ્ય પદાર્થોની મોટી અછત છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને આંબી ગયા છે.
જે બાદ હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઇમરાન ખાન સામે જોરદાર વિરોધ શરૂ થયો છે. સ્થાનિક લોકો અલગ કાશ્મીની માંગ કરી રહયાં છે. ત્યાંના લોકો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ પોતાની પસંદગી વ્યક્ત કરી રહ્યા છે. ખુલે આમ મોદીના બેનરો અને પોસ્ટરો લહેરાવી રહયાં છે. મોટાભાગના પાકિસ્તાનીઓ માને છે કે જે રીતે નરેન્દ્ર મોદી ભારતમાં સાશન કરી રહયાં છે તેનાથી મોંઘવારી કાબુમાં રહી છે.
જેમાં ઇમરાન સરકારે લોટ પરની સબસિડી સમાપ્ત કર્યાં પછી, લોકો ખાય શું? એ પ્રશ્ન ઉભો થયો છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ એટલી ભયંકર છે કે જનતાને પેટ ભરવા માટે લોટ પણ નથી, જે બાદ રોષે ભરાયેલા ટોળાએ ના માત્ર રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. પરંતું ઇસ્લામાબાદમાં બેઠેલી ઇમરાન સરકાર અને ત્યાંનું સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ મૌન છે.