News Continuous Bureau | Mumbai
MoFPI : ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની ( multiproduct food irradiation units ) સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ ( EoI ) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ( PMKSY )નું એક એકમ છે, જેની જાહેરાત નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટમાં ( Union Budget ) જાહેરાત કરવામાં આવી હતી. માંગ આધારિત કોલ્ડ ચેઇન યોજના હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને અનુદાન સહાય/સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
સંસ્થાઓએ પોતાની દરખાસ્તો ફક્ત “પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના” હેઠળ સંબંધિત વિગતો સાથે (યોગ્ય શીર્ષકો હેઠળ) https://www.sampada-mofpi.gov.in/ પર ઑનલાઇન સબમિટ કરવાની રહેશે. તમામ દરખાસ્તો https://www. .mofpi.gov.in પર ઉપલબ્ધ તારીખ 06 ઓગસ્ટ 2024નાં રોજ જાહેર “સંકલિત કોલ્ડ ચેન અને મૂલ્ય સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કીમ – ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના” શીર્ષકવાળી યોજના માર્ગદર્શિકા અનુસાર નિયત તારીખે અથવા તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે
આ સમાચાર પણ વાંચો: Shobhita and Naga: શોભિતા ધુલિપાલા કરવા માંગે છે કોર્ટ મેરેજ, જાણો સસરા નાગાર્જુન એ દીકરા નાગા ચૈતન્ય ના લગ્ન વિશે શું કહ્યું
EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.