Site icon

કેન્દ્ર સરકારે મંકીપોક્સના વધતા ખતરા વચ્ચે જાહેર કરી ગાઇડલાઇન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કોરોના(Corona) બાદ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના(monkeypox) કેસ સામે આવી રહ્યાં છે. આ વાયરસ ૨૦ જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે. મંકીપોક્સનો પ્રકોપ અચાનક વધવો દુનિયા માટે ખતરા સમાન છે, કારણ કે આ પણ નજીકમાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. વિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સના કેસે લોકો તથા સરકારની ચિંતા વધારી દીધી છે. પરંતુ હજુ સુધી ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. 

મંકીપોક્સની ચિંતા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Ministry of Health) ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના(Integrated Disease Surveillance Program Network) માધ્યમથી સેમ્પલ એનઆઈવી(Sample NIV) પુણે મોકલવામાં આવશે. વધુમાં, ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્ક પછી ૨૧ દિવસના સમયગાળા માટે નિરીક્ષણ કરવું જાેઈએ. 

આ સમાચાર પણ વાંચો : એલર્ટ- મુંબઈમાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા અને પોઝિટિવિટી રેટમાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ

સરકારે ગાઇડલાઇનમાં કહ્યું કે જ્યારે કોઈ શંકાસ્પદ દર્દીની જાણ થાય તો તેના સેમ્પલ પુણે એનઆઈવીમાં તપાસ માટે મોકલવામાં આવશે. આ સેમ્પલને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવશે. તો એવા મામલાને શંકાસ્પદ માનવામાં આવે, જેમાં કોઈ ઉંમરની વ્યક્તિ જેનો છેલ્લા ૨૧ દિવસની અંદર પ્રભાવિત દેશોની યાત્રાનો ઈતિહાસ રહ્યો હોય. સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, શરીરમાં ફોલ્લી જેવા લક્ષણ હોય. દર્દીને આઇસોલેશન રૂમમાં(Isolation room) કે ઘરે અલગ રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ત્રિપલ લેયર માસ્ક(Triple layer mask) પહેરવું પડશે. 

આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે  

આઇસોલેશન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દર્દી સાજાે ન થાય. શંકાસ્પદ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ(Contact tracing) કરવામાં આવશે.  તો આંતરરાષ્ટ્રીય પેસેન્જર માટે કહેવામાં આવ્યું કે તે મંકીપોક્સના લક્ષણ જાેવા મળવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો(health center) સંપર્ક કરે. આ સિવાય જાે તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં મંકીપોક્સનો કેસ મળ્યો છે કે તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં હતા જેને મંકીપોક્સ થઈ શકે છે. તો તે વાતની પણ જાણકારી આપવામાં આવે.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version