ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ. 15 એપ્રિલ 2021.
ગુરુવાર .
સમગ્ર દેશમાં જ્યાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે.ત્યાંજ કોરોનાના દર્દીઓ માટે પેહલા હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સીજનની અછત, પછી રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાતા તેમને સંકટનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગને પૂર્ણ કરવા માટે સરકારે બુધવારે ઉત્પાદક કંપનીઓ સાથે એક બેઠક કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ રાહતના સમાચાર આપતા કહ્યુ કે, સરકાર દ્વારા ઇન્જેક્શનના દર મહિને 80 લાખ ડોઝ ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનું ઉત્પાદન જલ્દી શરૂ થઇ જશે, તેમણે કહ્યું કે રેમડેસિવિરના નિકાસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ઉત્પાદકોને મૂલ્યને ઓછુ કરી 3500 રૂપિયા કરવા માટે કહેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઉત્પાદનની મંજૂરી આપી છે. છ ઉત્પાદકોને 10 લાખ શીશી/ મહિનાની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 7 વધારાની સાઇટ્સ માટે ફાસ્ટ ટ્રેક મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત ઉત્પાદકોએ આ અઠવાડિયાના અંત સુધીમાં ભાવ ઘટાડીને 3500 કરતા ઓછી કરવાની વડાપ્રધાન મોદીએ સ્વીકૃતિ આપી છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ પાસે રેમડેસિવર આવ્યા ક્યાંથી? હવે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો…
ઇન્ડિયન મેડિકલ અસોસોસીએશનના મહાસચિવના જણાવ્યા અનુસાર, 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ગત એક વર્ષમાં અમે જોયું કે જો કોઈ કોરોનાથી સંક્રમિત દર્દીના પ્રારંભિક દિવસોમાં રેમડેસીવીર નો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્થિતિ ગંભીર થતા અટકાવી શકાય છે.' તેઓ વધુમાં જણાવે છે કે, હકીકતમાં માત્ર મધ્યમ કે ગંભીર પરિસ્થિતિ માં જ આ ઈન્જેક્શન આપવું જોઈએ .પણ કેટલાય ડોકટર્સ વિચાર્યા વગર જ આ ઈન્જેકશન આપી રહ્યા છે. આજ કારણ છે કે આની માંગ આટલી વધી ગઈ છે.