News Continuous Bureau | Mumbai
Assam: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં ( Viksit Bharat Sankalp Yatra ) લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી.
ગૃહિણી શ્રીમતી કલ્યાણી રાજબોંગશી ( Kalyani Rajbongshi ) , જેઓ સ્વ-સહાય જૂથ ચલાવે છે અને ક્ષેત્ર-સ્તરના ફેડરેશન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટની રચના કરી છે, તેમને આસામ ગૌરવ એવોર્ડથી ( Assam Gaurav Award ) સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સફળતાની ગાથા સાંભળી હતી અને કલ્યાણીજીને કહ્યું હતું કે, તેમનું નામ જ લોકોનું કલ્યાણ સૂચવે છે.
પોતાના સાહસના નાણાકીય વિકાસ વિશે, તેણીએ માહિતી આપી કે તેણે પ્રથમ 2000 રૂપિયાથી મશરૂમ યુનિટથી શરૂઆત કરી, અને તે પછી આસામ સરકાર દ્વારા આપવામાં આવેલા 15,000 રૂપિયાથી, તેણે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલ્યું. આ પછી તેમણે 200 મહિલાઓ સાથે એરિયા લેવલ ફેડરેશનની સ્થાપના કરી હતી. તેમને PMFME ( Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprise Scheme ) હેઠળ પણ સહાયતા મળી હતી. પ્રધાનમંત્રી સ્વાનિધિ વિશે એક હજાર વિક્રેતાઓને શિક્ષિત કરવા બદલ તેમને “આસામ ગૌરવ” એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર નમન કર્યા.
તેમણે વીબીએસવાય વાહન ‘મોદી કી ગેરંટી કી ગાડી’ને આવકારવામાં આ વિસ્તારની મહિલાઓનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેઓ જે યોજનાઓના હકદાર હતા તેનો લાભ લેવા તેમને સમજાવ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને ઉદ્યોગસાહસિકતા અને સમાજ સેવાનો જુસ્સો જાળવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે કોઈ મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે સમાજને ઘણો લાભ થાય છે, તેનું તમે જીવંત ઉદાહરણ છો.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.