News Continuous Bureau | Mumbai
Shefali Sharan: શ્રીમતી શેફાલી બી. શરણે ગઈ કાલે શ્રી મનીષ દેસાઈની સેવાનિવૃત્તિ બાદ આજે પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ( Principal Director General ) , પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી શરણ ભારતીય માહિતી સેવાના 1990 બેચના અધિકારી છે.
ત્રણ દાયકાથી વધુની પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે નાણાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય ( Ministry of Information and Broadcasting ) જેવા મંત્રાલયો માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના અધિકારી તરીકે મોટાભાગે મીડિયા પ્રચાર કાર્યની દેખરેખ રાખવાનો કેડર પોર્ટફોલિયો સંભાળ્યો છે. તેમણે ભારતના ચૂંટણી પંચના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે.

Ms. Shefali Sharan assumed charge as Principal Director General, Press Information Bureau.
આ ઉપરાંત, તેમણે કેડર પોસ્ટ પર કામ કરવા ઉપરાંત આરોગ્ય મંત્રાલય (પરંપરાગત સિસ્ટમ્સ ઓફ મેડિસિન/આયુષ વિભાગ (2002-2007) અને નાણા મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ 2013-2017)માં ડિરેક્ટર તરીકે સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ ડેપ્યુટેશન પર કામ કર્યું છે. OSD (માહિતી અને પ્રસારણ મંત્રાલયની માહિતી નીતિ, 2000-2002) તેમજ 2007-2008માં LSTV, લોકસભા સચિવાલયમાં વહીવટ અને નાણાં નિયામક તરીકે સેવા આપી છે.

Ms. Shefali Sharan assumed charge as Principal Director General, Press Information Bureau.
આ સમાચાર પણ વાંચો : RBI: RBIની સ્થાપનાને પૂરા થયા 90 વર્ષ, વડાપ્રધાને સમારંભને કર્યું સંબોધન; કહ્યું-છેલ્લાં 10 વર્ષમાં જે થયું તે તો માત્ર ટ્રેલર છે.. જાણો બીજું શું કહ્યું..
પદભાર સંભાળ્યા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ( Press Information Bureau ) વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શ્રીમતી શરણનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.