ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
રેલવે મુસાફરો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદની તેજસ એક્સપ્રેસને ૭ ઑગસ્ટ, ૨૦૨૧થી ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. મુસાફરો IRCTCની સત્તાવાર વેબસાઇટ પર લોગઇન કરીને ટિકિટ બુક કરાવી શકશે. પશ્ચિમ રેલવેએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી આ વિશે માહિતી આપી છે.
આ પરિપત્રક મુજબ ટ્રેન નંબર ૮૨૯૦૧ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તેજસ એક્સપ્રેસ દર શુક્રવારે, શનિવાર, રવિવાર અને સોમવારે મુંબઈ સેન્ટ્રલથી 3.45 વાગ્યે ઊપડશે. ટ્રેન એ જ દિવસે રાત્રે 10.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો બીજી તરફ ટ્રેન નંબર ૮૨૯૦૨ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ દર શુક્રવારે, શનિવાર, રવિવાર અને સોમવારે સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદથી ઊપડશે. ટ્રેન એ જ દિવસે બપોરે 1.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
CET પર બૉમ્બે હાઈ કોર્ટનો સવાલ: શું CBSE અને ICSEના વિદ્યાર્થીઓ માટે અલગ અભ્યાસક્રમ હશે?
ઉલ્લેખનીય છે કે ટ્રેન બંને દિશામાં અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. જોકેટ્રેનને અંધેરી સ્ટેશન પર રોકાવાની ફક્ત 31ઑક્ટોબર, 2021 સુધી અસ્થાયી ધોરણે મંજૂરી આપવામાં આવી છે.