Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ

Indian Navy Mission: ૧૬ મિત્ર દેશોના જવાનો સાથે INS સુનયના રવાના; હિંદ મહાસાગરમાં ચાંચિયાગીરી અને ડ્રગ્સની હેરાફેરી રોકવા ભારતની મોટી પહેલ

by Janvi Soni
Mumbai Flags Off 'SAGAR' Mission: Indian Navy Joins Forces with 16 Nations to Secure Indo-Pacific

News Continuous Bureau | Mumbai

Indian Navy Mission: મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના એક ઐતિહાસિક સંયુક્ત અભિયાન ‘IOS સાગર’નું (IOS SAGAR) પ્રસ્થાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સાગર’ વિઝનને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાનમાં ભારત સહિત ૧૬ મિત્ર દેશોના નૌસેના જવાનો સહભાગી થયા છે. રક્ષારાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ INS સુનયનાને લીલી ઝંડી બતાવી રવાના કર્યું હતું.

૧૬ દેશોના જવાનો સાથે INS સુનયના દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગર ભણી

‘IOS સાગર’ અભિયાન હેઠળ ભારતીય નૌકાદળનું ઓફશોર પેટ્રોલ વેસલ INS સુનયના ૧૬ મૈત્રીપૂર્ણ વિદેશી દેશો (FFCs) ના જવાનોને લઈને ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ માટે નીકળ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ દરિયાઈ સીમાઓમાં વધતી જતી ચાંચિયાગીરી, ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર માછીમારી જેવી પ્રવૃત્તિઓ સામે સામૂહિક લડત આપવાનો છે. આ સફર દરમિયાન તમામ જવાનોને સીમેનશિપ, નેવિગેશન અને એડવાન્સ બ્રિજમેનશિપ જેવી જટિલ દરિયાઈ કામગીરીની સંયુક્ત તાલીમ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Violent Clash in Malad: પ્રતાપ નગરમાં સામાન્ય વિવાદ બાદ તલવારોથી હુમલો, કુરાર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી

૨૦ મે સુધી ચાલશે ‘સી ફેઝ’, પડોશી દેશોના બંદરોની લેશે મુલાકાત

આ મિશન બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલું છે. પ્રથમ ‘હાર્બર ફેઝ’ માર્ચમાં પૂર્ણ થયો હતો, જ્યારે હવે શરૂ થયેલો ‘સી ફેઝ’ ૨ એપ્રિલ થી ૨૦ મે, ૨૦૨૬ સુધી ચાલશે. પોતાની સફર દરમિયાન INS સુનયના શ્રીલંકા (કોલંબો), થાઈલેન્ડ (ફૂકેત), ઇન્ડોનેશિયા (જકાર્તા), સિંગાપોર, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ્સ જેવા મહત્વના દેશોના બંદરોની મુલાકાત લેશે. આ પહેલ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતા દર્શાવે છે.

ભારતની વધતી જતી નૌસેના શક્તિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ

પ્રસ્થાન સમારોહમાં નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “મુક્ત અને સુરક્ષિત હિંદ મહાસાગર તમામ રાષ્ટ્રોના આર્થિક હિતમાં છે. ૧૬ દેશોનું આ રીતે એક જ જહાજ પર સાથે આવવું એ વિશ્વ સ્તરે ભારતની વધતી જતી નૌસેના શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.” આ ભવ્ય સમારોહમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન સહિત વિવિધ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન ૨૦ મે ના રોજ ભારતના કોચી બંદરે સંપન્ન થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More